________________
રાયચંદભાઈ
નિશ્ચય ન કરી શકો. હિંદુધર્મની ત્રુટીઓ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યના જે હિંદુધર્મનું અંગ હોય, તો તે સડેલું ને વધારાનું અંગ જાણવું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તે બાઈબલ અને કુરાન કાં નહિ ?
જેમ ખ્રિસ્તી મિત્રે મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો. અબદુલ્લા શેઠ મને ઇસ્લામનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીઓની ચર્ચા તો કર્યા જ કરે.
મેં મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુધર્મને ઊંડે અભ્યાસ કરવા ભલામણ કરી. તેમને એક વાક્યને ભાવાર્થ આ હતો ઃ “હિંદુધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારે છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી, એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.” . . . તેમણે કેટલાંક પુસ્તકો મોકલ્યાં, તે પણ મેં વાંચ્યાં. તેમાં “પંચીકરણ”, “મણિરત્નમાળા, “ગવાસિક'નું “મુમુક્ષુ પ્રકરણ.' હરિભદ્રસૂરિનું “પદર્શનસમુચ્ચય' દયાદિ હતાં. . . .
ખ્રિસ્તી ભાઈઓએ મારી જિજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે ગમે તેમ નહોતી. . . . (તેમના) સંબંધે મને જાગૃત રાખ્યો. જે કંઈ વખત બચતો તેનો ઉપયોગ હું (ધાર્મિક) વાચનમાં કરતો. મારો પત્રવ્યવહાર જરી હતો. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. . . . મારો હિંદુધર્મ પ્રત્યેનો આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો.
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org