________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માન્યો છે તેને કોઈ ધર્મનું તિલક પિતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી.
સૂતર આવે ત્યામ તું રહે,
ન્યમ ત્યમ કરીને હરિને લહે. એ જેમ અખાનું તેમ રાયચંદભાઈનું પણ સૂત્ર હતું. ધર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મની પાસે મૂક્તા. દક્ષિણ આફ્રિકાને મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.
હું પોતે તે એમ માનનારો છું કે સર્વ ધર્મ તે તે ભકતની દષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્ર બંધનરૂપે લાગે છે. પણ એ તો ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દૃષ્ટિએ તો કોઈને પિતાનો ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મોક્ષ મેળવી શકે છે. કેમકે મોક્ષ મળવો એટલે સશે રાગદ્વેષરહિત થવું.
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org