________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેને આપણો ખરો સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પિતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તો દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન.
આ સાધન આપણે જ્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી ભલે તે ભારતવર્ષમાં મળો કે યુરોપથી આવ કે અરબસ્તાનથી. આ સાધનનું સામાન્ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે, એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તે કહી શકશે. અસત્ય બોલવું કે આચરવું એમ કઈ શાસ્ત્ર નથી કહેતું. હિંસા કરવી એમ પણ કઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રનું દોહન કરતાં શંકરાચાર્યે “ગ્રહ્મ સત્યં મિથ્યા કહ્યું. કુરાને શરીફે તેને બીજી રીતે ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી એમ કહ્યું. બાઈબલે કહ્યું, હું ને મારો પિતા એક જ છીએ. એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પિતાનાં જુદાં જુદાં દષ્ટિબિંદુ વાપરી આપણે સારુ મેહજાળ રચી છે તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે આપણાથી ઓછા અપૂર્ણની મદદ લઈ આગળ જઈએ છીએ અને છેવટે કેમ જાણે અમુક હદ લગી જતાં આગળ રસ્તો જ નથી એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શા મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે :
જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પદ શ્રી ભગવંત છે; એહ પરમ પદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં
ગજ વગર પણ હાલ મનોરથ રૂપ – એટલે છેવટે તો આત્માને મેક્ષ દેનાર આત્મા જ છે.
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org