________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માનવું એ રાગ છે. એ અતિ ઉત્તમ રામ કવિને હશે એમ મને લાગ્યા કર્યું છે.
ઘણી વખત પરમાર્થ દષ્ટિએ માણસ શક્તિ ઉપરાંત કામ લે છે ને પછી એને પહોંચી વળતાં તણાવું પડે છે. એને આપણે ગુણ માનીએ છીએ ને તેની પ્રશંસા કરીએ છીએ. પણ પરમાર્થ એટલે ધર્મદષ્ટિએ જોતાં એમ ઉપાડેલાં કામમાં સુકમ મુછ હેવાને બહુ સંભવ છે.
જે આપણે આ જગતમાં કેવળ નિમિત્ત માત્ર જ હાઈ એ. આ શરીર આપણને ભાડે મળ્યું છે ને આપણે તે વાટે તુરત ટેક્ષ સાધવો એ જ પરમ કર્તવ્ય હોય, તો એ માર્ગમાં જે વિદ્યકત હેય તેનો ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ એ જ પારમાર્થિક દષ્ટિ. બીજી નહિ..
જે દલીલો હું ઉપર કરી ગયો છું તે પણ બીજે રૂપે ને પિતાની જ ચમત્કારી ભાષામાં રાયચંદભાઈ મને સંભળાવી ગયા હતા. એમ છતાં તેમણે કેટલીક ઉપાધિઓ એવી કેવી વહોરી કે પરિણામે તેમને સખત માંદગી ભોગવવી પડી ?
જે રાયચંદભાઈને પણ પરોપકાર નિમિત્ત મેહે ક્ષણવાર ઘેરી લીધા એ મારી માન્યતા ખરી હોય તો “પ્રકૃતિ પરત મૂતાનિ નિઝ વિ વરિષ્યતિ' એ શ્લોકાર્ધ અહીં બરાબર બંધ બેસે છે; ને તેનો અર્થ એટલો જ છે. ઇચ્છાપૂર્વક વર્તવાને સારુ ઉપરના કૃષ્ણવચનને ઉપયોગ કઈ કરતા જણાય છે તે તો કેવળ દુરુપયોગ છે. રાયચંદભાઈની પ્રકૃતિ તેમને બળાકારે ઊંડા પાણીમાં લઈ ગઈ. એવા કાર્યને દોરૂપે પણ લગભગ સંપૂર્ણ આત્માને વિ જ કલ્પી શકાય. આપણે સામાન્ય માણસે તે પોપકારી કાર્ય પાછળ ગાંડા બનીએ ત્યારે જ તેને કદાચ પહોંચી વળાએ. આ વિષયને એટલેથી જ સમાપ્ત કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org