________________
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે એવી પણ માન્યતા જોવામાં આવે છે કે ધાર્મિક માણસો તો એવા ભોળા હોય કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતોની કશી ખબર ન પડે. આ બરાબર હોય તો કૃષ્ણચંદ્ર અને રામચંદ્ર બે અવતારે તે કેવળ સંસારી મનુષ્યમાં ગણવા જોઈએ. કવિ કહેતા કે જેને દ્ધ જ્ઞાન છે તેને છેતરે અશકય હોવું જોઈએ. માણસ ધાર્મિક એટલે. નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય. પણ મોક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનનો સુસંગમ જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાંનિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જ્યાં પ્રકાશે છે ત્યાં જળરૂપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન, કપટીને જુએ કે તરત તેને ઓળખે અને તેનું હદય દયાથી ભીનું થઈ જાય. જેણે આત્માને પ્રત્યક્ષ જે છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે? કવિના સંબંધમાં આ નિયમ હંમેશાં ખરે પડત એમ હું નથી કહી શકતો. કઈ કઈ ધર્મને નામે તેમને છેતરી જતા. એવા દાખલા નિયમની અપૂર્ણતા નથી સિદ્ધ કરી શકતા, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન કેવું દુર્લભ છે એ સૂચવે છે.
આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો.
રાયચંદભાઈને ધર્મને વિચાર આપણે કરીએ તેના પહેલાં ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું તે જોઈ જવું અગત્યનું છે.
ધર્મ એટલે અમુક મતમતાંતર નહિ. ધર્મ એટલે શાને નામે ઓળખાતાં પુસ્તકને વાંચી જવા કે ગોબી જવાં અથવા તેમાં કહેલું બધું માનવું છે એ પણ નહિ. "
ધર્મ એ આત્માનો ગુણ છે અને માનવજાતિને વિષે દશ્ય કે અદશ્ય રૂપે રહેલો છે. ધર્મ વડે આપણે મનુષ્ય જીવનનું કર્તવ્ય જાણી શકીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org