________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહેતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તો હું પહેલી મુલાકાતે જ જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જેવા દાક્તર મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી સંભળાવ્યા ! આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયે તે વસ્તુને પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહાળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પિતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું.
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે,
ઓધા જીવનદેરી અમારી રે. એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તે હતું જ, પણ તે તેમને હૃદયમાં અંકિત હતું.
પિતે હજારના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમને વિષય નહોતી. તેમને વિષયતેમને પુરુષાર્થ– તો આત્માઓળખ-– હરિદર્શન હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખને જે સંગ્રહ પ્રગટ થયે છે તેમાં ઘણે ભાગ તે આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખાના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતને અનુભવ મને એક વેળા નહિ પણ અનેક
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org