________________
રાયચંદભાઈ
[ ઈ. સ. ૧૮૯૧ની સાલમાં બેરિસ્ટર થઈ ગાંધીજી ઈગ્લેંડથી નીકળી મુંબઈના બારામાં ઊતર્યા ત્યાંથી આગળનો આ ભાગ તેમની આત્મકથા ખંડ ૧, ભાગ ૨, પ્ર. ૧માંથી લીધેલો છે.
–સંચાહક ] માનાં દર્શન કરવા હું અધારે થઈ રહ્યો હતો. અમે ગાદીમાં પહોંચ્યા ત્યારે મારા વડીલ ભાઈ હાજર જ હતા. તેમણે દાકતર (પ્રાણજીવનદાસ જગજીવનદાસ) મહેતાની અને તેમના વડીલ ભાઈની ઓળખાણ કરી લીધી હતી. દાક્તર મહેતાનો આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનો હતો, એટલે મને ત્યાં જ લઈ ગયા. આમ જે સંબંધ વિલાયતમાં થયો તે દેશમાં કાયમ રહે ને વધારે દઢ થયે, તેમ જ બેઉ કુટુંબમાં પ્રસર્યો.
દાક્તર મહેતાએ જે ઓળખાણા તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રેવાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તા કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા ને રેવાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કર્તાહર્તા
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org