________________
પ૧
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧ શ્રી આચારાંગસૂત્ર પરિચય) રાખવી? સહન કરવાની લાયકાત મેળવવા માટે ખાસ જરૂરી કયા કયા ગુણે ધારણ કરવા જઇયે? આવી આવી અનેક હકીકતોને વિસ્તારથી સમજાવવા પહેલાં “આત્મિક સુખનું એટલે નિજગુણ-રમણતાનું પરમ સાધન સાત્વિક જીવનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે હે મુનિઓ ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, પ્રમાદ, વગેરે ભયંકર દુ:ખને દેનારા છે, એમ સમજીને તેને ત્યાગ કરજે. તમને જેમ સુખ ગમે છે ને દુ:ખ ગમતું નથી, તેમ સર્વ જીવોને પિતાનું જીવન વહાલું છે એટલે જીવવું ગમે છે. કેઇને મરવાનું પસંદ નથી, ને બધાને સુખ ગમે છે, ને દુ:ખ ગમતું નથી. આવી શુભ ભાવના હંમેશાં સમયે સમયે રાખી અહિંસાપ્રધાન સંયમધર્મની સમતાભાવ ધારણ કરીને પરમઉલાસથી આરાધના કરજે. આવા સંયમી જીવનથી જ વાસ્તવિક સ્થિર આત્માનન્દમય પરમસુખ પામી શકાય છે, વગેરે બીના અહીં વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે.શીતોષ્ણીય અધ્યયનને શબ્દાર્થ આ પ્રમાણે જાણવો:શત એટલે અનુકૂળ પરીષહના અને ઉષ્ણ એટલે પ્રતિકૂલ પરીષહના પ્રસંગે મુનિવરોને સંયમધર્મમાં સ્થિર કરનારા શુભ ભાવના વગેરેનું વર્ણન જેમાં કર્યું છે તે શીતોષ્ણુય અધ્યયન કહેવાય, કામ (ભગતૃષ્ણા) એ શલ્ય છે, ઝેર છે, આશીવિષ સપની જેવા છે. માટે હે જીવ! તેવા કામ ભેગને ભોગવવાને વિચાર પણ તું કરીશ નહિ, ને સ્ત્રી આદિની આગળ કંગાળ બનીને કામગની પ્રાર્થના પણ કરીશ નહિ, કારણ કે કામભાગની પ્રાર્થના કરનારા પામર જીવોને દુર્ગતિમાં જવાની ઈછા ન હોય, તો પણ ત્યાં તેને જવું જ પડે છે. મૂઢ આત્માને મોહને લઈને વિષય મનને સંતોષ તથા આનંદ આપનારા ભેગકાલે જણાય છે. પરંતુ તેણે જરૂર સમજવું જોઈએ કે જેમ કિંપાક ફલ ખાતાં તો પહેલાં મીઠાં લાગે, પણ અંતે જરૂર મરવું જ પડે છે, તેમ વિષયો પણ ભોગવતાં મેહને લઈને થોડી વાર વિનશ્વર તુછ સુખને આપે છે એમ લાગે, પણ છેવટે તેનું પરિણામ તો એ જ આવે છે કે, આ ભવમાં ભયંકર ગાદિની ઘણા કાલ સુધી આકરી વેદના ભેગવવી પડે છે, ને પરભવમાં પણ દુર્ગતિનાં ભયંકર દુ:ખ ભોગવવા પડે છે. ઝેર ખાતાં તો એકવાર મરવું પડે, પણ વિષયના પાપે ઘણાં જન્મ-મરણ વારંવાર કરવા પડે છે. માટે સ્ત્રી આદિના અનુકૂલ ઉપસર્ગો થાય, ત્યારે તે તરફ જેવું પણ નહિ, તેના હાવભાવ વગેરેમાં મૂંઝાવું નહિ, ને શૃંગારિકભાવને ઉત્પન્ન કરનાર ઝાંઝર આદિના તથા વાજિંત્ર આદિના શબ્દો સાંભળવા પણ નહિ. આત્મધ્યાનમાં સ્થિર રહેવું. અહીં દષ્ટાંત એ કે- શ્રીરામચંદમુનિને સીતેન્દ્ર (અચુતેન્દ્ર) સીતા વગેરેનાં રૂપ વિકવીને ઘણાએ અનુકૂલ ઉપસર્ગો કર્યા, છતાં અડગ રહ્યા, ક્ષપકશ્રેણિમાં ચઢી ઘાતી કર્મોને હ કેવલી થયા. ૨. નટડીનું રૂપ જોઈને મૂઢ બનેલા શેઠને દીકરે, દોરડી ઉપર નાચ કરતાં, માદક વહેરાવનારી સ્ત્રી તરફ નજર પણ નહિ કરનાર મુનિરાજને જોઈને શુભ ભાવના ભાવતા કેવલી થયો. આ રીતે વિચાર કરવાથી અનુકૂલ ઉપસર્ગોની વિપરીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org