________________
૧૧૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સંખ્યા કહી બંતરના ભેદ અને ચૈત્યવૃક્ષ તથા સૂર્યના વિમાનની ગતિની અબાધા તેમજ પ્રમયોગવાળા નક્ષત્ર કહ્યા છે. પછી દ્વીપ સમુદ્રનાં દ્વારની ઊંચાઈ અને પુરૂષદની તેમજ યશકીર્તિની અને ઉચ્ચ ગોત્રની જઘન્યસ્થિતિ જણાવી તેઈન્દ્રિયની કુલટી કહીને આઠ પ્રદશિયા પુદગલો વગેરેની બીના જણાવી છે.
શ્રી સ્થાનાંગના નવમા અધ્યયનને ટૂંક પરિચય અહીં વિભાગનાં કારણે અને નવ બ્રહ્મચર્યાધ્યયન (આચારાંગના પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયન) તથા બ્રહ્મચર્યની નવ ગુપ્ત તેમજ ચોથા અભિનંદસ્વામીનું ને પાંચમા સુમતિનાથનું આંતરૂં કહ્યું છે. પછી જીવાદિ નવ તત્વ અને સંસારીના ભેદ તથા પૃવ્યાદિની ગતિ–આગતિ તેમજ સર્વ જીવોના ભેદ, અવગાહના વગેરે કહી રોગપત્તિનાં ૯ કારણે અને દર્શનાવરણયના ૯ ભેદ તથા નક્ષત્રો જણાવ્યા છે. પછી તારક, ચાર (ગતિ)ની અબાધા અને જંબુદ્વીપમાં પેસી શકે તેવા માછલાં. ૯ બલદેવ, વાસુદેવના પિતા વગેરે કહી નવનિધિનું સ્વરૂપ અને વિગઈ ૯ તથા દ્વારા ૯ (શરીરના ૯ દ્વારે) તેમજ પુણ્યના ભેદો કહ્યા છે. પછી પાપસ્થાન અને ઉત્પાદાદિ પાપકૃતના પ્રસંગો તથા નૈપુણિક વસ્તુઓ અને ગોદાસ વગેરે નવ ગણે તેમજ નવ કેટી (શુદ્ધિ-અશુદ્ધિની) કહી ઈશાનની તથા વરૂણની અગ્રમહિષીઓ તથા ઈશાનેન્દ્રની અમહિષીની ને ત્યાંની પરિગ્રહીતા દેવીઓની સ્થિતિ અને ૯ કાંતિક તેમજ ૯ રૈવેયકના પાથડાના નામ કહ્યા છે. પછી આયુષ્યના પરિણામો અને નવ નવમિકા ભિક્ષા તથા પ્રાયશ્ચિત્તો ૯ તેમજ ભરતક્ષેત્રના વૈતાત્યાદિના કૂટ કહી શ્રી પાર્થ પ્રભુની ઊંચાઈ અને શ્રીવીરતીર્થના ૯ ભાવી તીર્થકરના જીવો તથા કૃષ્ણ વાસુદેવ વગેરેની મુક્તિ તેમજ શ્રેણિકનું ચરિત્ર જણાવી પશ્ચાદભાગનાં નક્ષત્રો અને આનતાદિ સ્વર્ગના વિમાનની ઊંચાઈ તથા વિમલવાહન કુલકરની ઊંચાઈ તેમજ અવસર્પિણીના આરંભનું ને શ્રીષભતીર્થનું આંતરૂં કહી ઘનદંતાદિની લંબાઈ અને શુક્ર ગ્રહની વીથિયો તથા નોકષાય તેમજ ચરિત્રી અને ભુજપરિસર્ષની કુલકેટી જણાવી નવપ્રદેશિઆ સ્કંધ વગેરેની બીના સ્પષ્ટ જણાવી છે.
શ્રી સ્થાનાંગના દશમા અધ્યયનનો ટૂંક પરિચય અહીં લોકસ્થિતિ અને નિહરિમ વગેરે શબ્દના ભેદ તથા ઇન્દ્રિયોના અર્થો (વિષય) તેમજ પુદગલને હાલવાનાં કારણો કહી કોત્પત્તિનાં ૧૦ કારણે અને સંયમઅસંયમના ને સંવર-અસંવરનાં તથા માનનાં ૧૦ કારણે જણાવી સમાધિના, અસમાધિના ને પ્રવજ્યાના ૧૦ ભેદ કહ્યા છે. પછી શ્રમણધર્મ, વૈયાવચ્ચ અને જીવાદના પરિણામ તથા આકાશગત વિકારથી ઔદારિકની અસજઝાય અને પંચેન્દ્રિયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org