________________
૬૭૨
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત સૂત્ર મોટું હોવાથી આની એમ વ્યાખ્યા થઈ શકે કે નિશીથ કરતાં મોટું જે સૂત્ર હોય, તે મહાનિશીથ કહેવાય છે. જે સમયે નિશીથસૂત્ર ભણાવાય છે, તે જ સમયે આ સૂત્ર ભણાવાય છે, તેથી નિશીથ કરતા મોટા બીજા (મહાનિશીથ સિવાયના) સૂત્રો લઈ શકાય નહીં. પણ ભણાવવાના કાલની સરખામણી વગેરે તરફ લક્ષ્ય રાખીને કહ્યું છે કે નિશીથસૂત્રથી જે મોટું સૂત્ર તે “મહાનિશીથસૂત્ર” કહેવાય.
આ શ્રીમહાનિશીથ સૂત્રમાં ૮ અધ્યયનો છે, તેમાંના છેલ્લાં બે અધ્યયને આ સૂત્રની ચૂલિકા તરીકે ઓળખાય છે. અહીં ૧, શદ્ધર નામના પહેલા અધ્યયનમાં મોહ અજ્ઞાનાદિ કારણોમાંનાં કઈ પણ કારણથી કરેલા પાપરૂપ શલ્યને દૂર કરવાની બીના જણાવી છે. કાંટે, ખાલી, ખીલ વગેરે દ્રવ્ય શલ્ય કહેવાય છે. જેમ તેમાંનું કઈ પણ શલ્ય શરીરમાં વાગે, તો આકરી વેદના આ ભવમાં જ ભેગવવી પડે છે, પણ પાપરૂપ ભાવશલ્ય ઘણા ભવમાં વિવિધ પ્રકારનાં દુ:ખને ભેગવવામાં કારણ થાય છે. માટે તેને આલોચના-નિંદા-ગહદિ વિધિથી જલદી દૂર કરવું જોઈએ. આ પ્રસંગે આલોચનાદિ કરવાનો વિધિ, પ્રાણાતિપાત વગેરે ૧૮ પાપ સ્થાનકોનાં નામ વગેરે બીનાએ પણ જણાવી છે. તથા આલોચના કરવાના આલાવા વગેરે હકીકતો પણ સમજાવી છે. આના ૭ પાનાં છે. શયને દૂર કરવાની બીના જેમાં કહી છે, તે શ૯દ્ધરણ અધ્યયન કહેવાય.
૨. કર્મવિપાક (કર્મવિપાક વ્યાકરણ) નામના અધ્યયનના પાનાં ૧૧ છે. તેમાં કર્મોના જુદા જુદા પ્રકારના વિપાકની બીના કહી છે. તેથી આ અધ્યયન કર્મવિપાક નામથી ઓળખાય છે. અને કર્મવિપાકનું વ્યાકરણ એટલે સ્પષ્ટીકરણ કરેલ હોવાથી કવિપાક વ્યાકરણ નામથી પણ ઓળખાય છે. ચારાશી લાખ યોનિમાં ભમતાં ભમતાં આ જીવે અજ્ઞાનાદિથી જે કંઈ પાપ કર્યા હોય, તેને આલોચવાની બીના અને પ્રસંગાનુપ્રસંગે બીજી પણ હકીકતો જણાવી છે. અને શ્રાવકે સામાયિક અને પૌષધાદિ બતે બેઘડી, ૪ પહોર કે ૮ પહોર કાલ પ્રમાણથી લીધા છે, તેથી તે સમય પૂરે થયા બાદ તે પારે, ને ઘેર જાય, તેમાં અનુચિતપણું છે જ નહિ, તેથી તે આરાધક છે. પણ મુનિએ જાવછવ સુધીની મર્યાદા બાંધીને મહાવ્રતાદિ સ્વીકાર્યા છે, તે શ્રાવકની માફક કરે, તો વિરાધક ગણાય. આ રીતે પ્રભુશ્રી મહાવીરદેવે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ દેતાં ફરમાવ્યું છે. કર્મવિપાકની બીજી પણ ઘણી હકીકત કહેલી હોવાથી પહેલા અધ્યયનના પ્રમાણ કરતાં આ અધ્યયન મોટું છે.
૩. ત્રીજા કુશીલ નામના અધ્યયનમાં કુશીલીયા (ખરાબ આચાર વિચારવાલા) સાધુઓની બીના કહી છે, તેથી તે “કુશીલ' નામથી ઓળખાય છે. અને અહીં કશીલીયાની સોબત નહિ કરવાને ઉપદેશ આપ્યો છે, તેથી આ અધ્યયન “કુશલસંગ (સંસગિ) વજન » નામથી પણ ઓળખાય છે. અહીં અનુક્રમે કુશીલીયા સાધુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org