________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેદસૂત્રોનું સંક્ષિપ્ત પરિચય)
૬૮૧ પણ કહેવાય છે. જેમ ઓઘ નિયુક્તિ અને પિંડનિર્યુક્તિની અલગ ગણના થાય છે, તેમ આની પણ અલગ ગણના ખાસ કારણસર થઈ હોય એમ જણાય છે. આ શ્રી પંચકલ્પસૂત્રનું મૂલ જે કે વિચછેદ પામ્યું છે, તો પણ તેના અર્થને જાણવાનાં ત્રણ સાધનો છે, તેમાં બે ભાષ્યમાંનું એક બૃહદ્દભાષ્ય છે, તેની રચના કરનાર શ્રીસંઘદાસ ક્ષમાશ્રમણ કહ્યા છે. શ્રીપંચક૯૫ની ચૂણિ પણ છે. આ ત્રણે સાધનો અમુદ્રિત છે. બહટ્રિપનિકાદિ અનેક ગ્રંથોમાં આ (૧) શ્રી પંચકલ્પસૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૧૩૩ શ્લેકે કહ્યા છે. (૨) શ્રી સંઘદાસ ગણિ (ક્ષમાશ્રમણ) એ રચેલા મોટા ભાષ્યની ૫૭૪ ગાથાઓ છે, તેનું પ્રમાણ ૩૦૩૫ શ્લોકો કહ્યા છે. (૩) આ સૂત્રની ચૂર્ણિનું પ્રમાણ ૩૦૦૦ શ્લોક કહ્યા છે, અન્યત્ર ૩૧૩૬ શ્લોક જણાવ્યા છે. આ રીતે શ્રી પંચકલ્પસૂત્રનો ટૂંક પરિચય જાણવો.
શ્રી પંચક૯પસૂત્રને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો.
શ્રી દશાશ્રુતસ્કંધનો ટૂંક પરિચય ચૌદ પૂર્વેના ધારક પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે નવમા શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને આ શ્રીદશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરી હતી. અહીં દશ દશાનું વર્ણન હોવાથી આ સૂત્ર “દશાશ્રુતસ્કંધ' નામે ઓળખાય છે. શ્રીનંદીસૂત્રાદિમાં આનું “ના” નામ કહ્યું છે. ને શ્રીસ્થાનાંગ સૂત્રાદિમાં “આચાર દશા અને દશામૃત” વગેરે નામે પણ જણાવ્યા છે. શ્રીવ્યવહારસૂત્રના ત્રીજા અને દશમા ઉદ્દેશા વગેરેમાં બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રની સાથે શરૂઆતમાં આ દશાશ્રુતસ્કંધને “રક્ષા acqવવાર સત્તાધો ' આ રીતે કહ્યો છે. આ ત્રણે સૂત્રોને એક જ તસ્કંધરૂપે શ્રી
હતકાલ્પસૂત્રની નિર્યુક્તિની ૨૬૬ મી ગાથામાં નિર્દેશ કર્યો છે. તેમજ યોગવિધિ, સામાચારી આદિ ગ્રંથમાં પણ તે જ પ્રમાણે નિર્દેશ કર્યો છે. અહીં જણાવેલી દશ દશા (વિભાગ)માંની ૮મી અને દશમી દશાને બીજા ગ્રંથમાં અધ્યયન તરીકે પણ જણાવી છે. ને બાકીના ૮ વિભાગે દશા નામથી પ્રસિદ્ધ છે. આ રીતે દશ દશામાંની (૧) પહેલી અસમાધિસ્થાન નામની દશામાં અસમાધિ એટલે ચિત્તની અસ્વસ્થતાને (અશાંતિને) કરનારા કષાયની ઉદીરણા કરવી, અજયણાએ બેસવું વગેરે ક્રિયા કરવી, વગેરે જે ર૦ કારણથી અસમાધિ થાય છે, તે અસમાધિસ્થાનનું વર્ણન કર્યું છે. (૨) બીજી સબલ દોષ નામની દશામાં ચારિત્રને શબલ એટલે કાબરચીતરું (મલિન) કરનારા રણ શબલ દોષનું વર્ણન કર્યું છે. (૩) ત્રીજી આશાતના નામની દશામા ગુરુમહારાજની આશાતના થવાનાં ૩૩ કારોને જણાવીને તેને જવાનું કહ્યું છે. (૪) ગણિસંપદા નામની દશા (અધ્યયનાદિ જેવા વિભાગ)માં શ્રી આચાર્ય મહારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org