Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 731
________________ ૬૮૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જની આઠ સંપદાઓનું વર્ણન, તેના ભેદો અને પ્રભેદો તથા વિનયના ભેદાદિનું વર્ણન કર્યું છે. (૫) પાંચમી ચિત્તસમાધિસ્થાન નામની દશામાં ચિત્તની સમાધિનાં ૧૦ કારણેને કહીને તે કારણેને સેવવાની ભલામણ કરી છે. (૬) ઉપાસકપ્રતિમા નામની દશામાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન કર્યું છે. મેં આનું વિસ્તારથી સવરૂપ શ્રીદેશના ચિંતામણીના પહેલા ભાગમાં જણાવ્યું છે. (૭) સાતમી ભિક્ષુપ્રતિમા નામની દશામાં સાધુને આરાધવા લાયક ૧૨ પ્રતિમાઓનું (એક જાતની અભિગ્રહાદિવાળી વિશિષ્ટ ક્રિયાઓનું) સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. (૮) આઠમી પર્યુષણકલ્પ નામની દશામાં પ્રભુ મહાવીરવાદિના જીવન ચરિત્રો, સ્થવિરાવલી અને સામાચારીનું વર્ણન કર્યું છે. આ પર્યાપણાકલ્પનું જ નામ બારસાસૂત્ર (ક૯પસૂત્રો કહેવાય છે. તે દર વર્ષે પર્યુષણ મહાપર્વમાં વંચાય છે. (૯) નવમી મેહનીયસ્થાન નામની દશામાં જેથી મેહનીયકર્મ બંધાય, તેવાં ૩૦ કારણે જણાવીને તે દરેક કારણને તજવાની ભલામણ કરી છે. (૧૦) આયતિસ્થાન નામની દશામાં નવ નિયાણાનું વર્ણન કરીને તેને તજવાની સૂચના કરી છે, “હું આ સંયમાદિની આરાધના કરીને ભવાંતરમાં ઇંદ્રાદિની ઋદ્ધિ વગેરે પામું, અથવા કરેલી આરધનાના ફલરૂપે ભવાંતરમાં હું ઈંદ્વારિરૂપે જન્મ પામું. આ રીતે સાંસારિક પદાર્થોની જે ઇચ્છા કરવી તે નિયાણું કહેવાય, શ્રી દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિ, ચૂર્ણિ આદિનું ટૂંક વર્ણન આ સૂત્રના અર્થને જાણવા માટે બે પ્રાકૃત સાધન છે. તેમાં શ્રીભદ્રબાહુ સ્વામીએ આ સૂત્રની ૨૧૦૬ ગ્લાક પ્રમાણ (રરર૫ લોક પ્રમાણ) નિયુક્તિ રચી છે, તે હાલ હયાત છે. ચૂણિનું પ્રમાણ ૪૩ર૧ શ્લોક કહ્યા છે, તથા શ્રી બ્રહ્મમુનિએ જનહિતા' નામની સંસ્કૃત ટીકા રચી છે તેમજ કેઈએ ગુજરાતી ટિપનક પણ રચ્યું છે. તેની રચના વિ. સં. ૧૬૭૭ ની પહેલાના સમયે થઈ હોય એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથોમાં જણાવ્યું છે. આ શ્રી દશાશ્રુતસ્કંધના ૧૨૧૬ શ્લોક પ્રમાણ આઠમાં અધ્યયન રૂ૫ શ્રીક૯પસૂત્રની નિયુક્તિની ૬૮ ગાથાઓ છે, ને ચૂર્ણિનું પ્રમાણ ૭૦૦ શ્લેકે કહ્યા છે. તથા શ્રી વિનયચંદ્રસૂરિએ રચેલા શ્રી કલ્પનિરૂક્ત પિનકનું પ્રમાણ ૧૫૮ શ્લોક તેમજ શ્રી પૃથ્વીચંદ્ર બનાવેલ ટિપ્પનકનું પ્રમાણ ૬૪૦ શ્લોક જણાવ્યા છે. વળી ઉ૦ શ્રી ધર્મસાગરજીએ કલ્પસૂત્રની ક૯પ કિરણાવેલી ટીકા અમદાવાતમાં બનાવી છે. ને ઉ૦ શ્રી વિનયવિજયજીએ “કલ્પ સુબાધિકા ? ટીકા રચી છે. તે ઘણાં સ્થલે વંચાય છે. અને તપાગચ્છના આચાર્યાદિ મહાપુરુષોએ કહ૫ કૌમુદી, કલ્પ દીપિકા, ક૫ પ્રદીપિકા વગેરે ટીકાઓ અને ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિએ વિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750