________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી છે સુત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૮૫ વગેરેને અધિકાર સ્પષ્ટ સમજાવીને ક્રમસર પરિહારવિશુદ્ધિ ચારિત્રને પાળનારા મુનિવરના આહાર વગેરેની બીના અને પાંચ માટી નદીઓને ઊતરવાનો વિધિ તથા મર્યાદા, તેમજ પ્રસંગાનુપ્રસંગે બીજી પણ જરૂરી પ્રાયશ્ચિત્તાદિની હકીકતોને વિસ્તારથી સમજાવી છે.
૫. પાંચમા ઉદ્દેશામાં કલેશ થતાં બીજા સંઘાડામાં જતા સાધુ-સાધ્વીઓને સમજાવીને પિતાના ગરછમાં પાછા લાવવાની બીના અને આહારદિને વહોરવાના પ્રસંગે સાચવવા લાયક યેતના (જયણ) ધર્મ વગેરેની બીના, તથા સાધુ સાધ્વીના વિહારદિને અંગે વિધિ નિષેધ માર્ગની મર્યાદા, તેમજ સાધ્વીઓને જવા લાયક ક્રિયાઓ વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે આ તપની અને અભિગ્રહની જરૂરી બીના, અને પલાંઠી વાળીને બેસવાની બાબતમાં, તથા ટેકે દઈને બેસવાની બાબતમાં વિધિ-નિષેધની પ્રરૂપણ, તેમજ પાટ વગેરેની ઉપર બેસવાની ને ઊભા રહેવાની બાબતમાં વિધિ-નિષેધનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી ક્રમસર સાધુ-સાવીને વાપરવા લાયક તુંબડું, પુંજણી, અને રજોહરણાદિની બીના અને સ્થવિરો જે કારણે પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળા મુનિને બોલાવે તે કારણની બીના, તથા સાધુ સાધ્વીને વહોરેલા આહારની બાબતમાં વિધિ-નિષેધ વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે.
૬. છઠ્ઠા ઉદ્દેશામાં સાધુ-સાધ્વીઓને ત્યાગ કરવા લાયક અવર્ણવાદના ૬ભેદોનું વર્ણન અને જૂઠાં આળ લેવાનો નિષેધ કરીને સંયમ, ભાષા સમિતિ, ગોચરી, ઈર્યાસમિતિ વગેરે ૬ ગુણોને નાશ થવાનાં ૬ કારણો અને ક૫સ્થિતિના ૬ ભેદ (ચારિત્રના સામાયિક, ટોપસ્થાપનીય, વગેરે ૬ ભેદ) વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ રીતે શ્રી બૃહક૯પસૂત્રના ૬ ઉદ્દેશાનો પરિચય બહુ જ ટૂંકામાં જણાવ્યું છે, સાધુ-સાધ્વીઓના આચારાદિની સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરીને મુનિવરાદિને મોક્ષ માર્ગની આરાધના કરવામાં અપૂર્વ મદદગાર આ શ્રી બૃહકલપસૂત્રને ગીતાથ ગુરુ આદિની પાસે ભણનારા મુનિવર પિતાને અને પરનો ઉદ્ધાર જરૂર કરી શકે છે.
શ્રી બહકલ્પસૂત્રને રંક પરિચય પૂરો થયા.
શ્રી વ્યવહાર સૂત્રને ટુંક પરિચય આ સત્રમાં સાધુ-સાધ્વીઓના વ્યવહારનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેથી આ સૂત્ર વ્યવહાર સૂવ' નામે ઓળખાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે નવમા પૂર્વના આચાર વસ્તુના વીસમા પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરીને આ શ્રીવ્યવહારસૂત્રની રચના કરી હતી. બહથ્રિપનિકાદિમાં કહ્યું છે કે આ શ્રી વ્યવહાર સૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૩૭૩ શ્લોકો છે. આ સૂત્રની પણ નિર્યુક્તિ (મૂલ સૂત્રના કરનાર શ્રી ભદ્રબાહુFor Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International