Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 742
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ગ્રંથ રચનારે જણાવેલી પ્રશસ્તિન - ટૂંક પરિચય છે હું આ રીતે પાંચ વિભાગના ૨૮ પ્રકાશમાં પિસ્તાલીશ આગમને સંક્ષિપ્ત પરિચય વગેરે બીનાઓ જણાવીને શ્રી જેન પ્રવચન કિરણાલીને પૂર્ણ કરું છું, વર્તમાન જિનશાસનના નાયક અલૌકિક સમતાદિ સદગુણના ભંડાર ત્રિશલાનંદન કાશ્યપ ગોત્રીય પ્રભુશ્રી મહાવીર દેવના દીર્ધાયુષ્ક (૧૦૦ વર્ષ પ્રમાણ આયુષ્યવાળા) પ્રથમ પટ્ટધર શ્રીસુધર્માસ્વામીએ જે નિથ ગચ્છની સ્થાપના કરી હતી, તે જ નિય ગ૭ શ્રીસુસ્થિતસૂરિના સમયથી “કેટિક છ' નામે પ્રસિદ્ધિ પામ્યો, પછી કાલક્રમે શ્રી ચંદ્રસૂરિ મહારાજના સમયથી તે જ કટિકગ૭ “ચંદ્રગ' નામે પ્રસિદ્ધિ પામ્યો. પછી કાલક્રમે શ્રી સામતભદ્રસૂરિના સમયથી તે ચંદ્રગચ્છ * “વનવાસિગરેજી નામે પ્રસિદ્ધિ પામ્યો. પછી કાલક્રમે શ્રી સર્વદેવસૂરિના સમયથી તે જ વનવાસિગછ ૫ વડગચ્છ નામે પ્રસિદ્ધિ પામ્ય, પછી કાલક્રમે શ્રીજગચંદ્રસૂરિના સમયથી તે જ વડગ૭ “તપાગચ્છ' નામે પ્રસિદ્ધિ પામે. આ શ્રીતપાગચ્છમાં શ્રી જગચંદ્રસૂરિ, દેવેદ્રસૂરિ આદિની પટ્ટ પરંપરામાં કાલક્રમે અનુક્રમે શ્રીવિજયહીરસૂરિ, શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ થયા. તે પછી અનુક્રમે પંન્યાસ શ્રી સત્યવિજ્યગણુથી માંડીને કમસર મારા દાદા ગુરુ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ સુધી થયેલ પૂજ્ય પુરુષોની પવિત્ર નામાવલી અહીં શબ્દાર્થમાં કહ્યા પ્રમાણે જાણવી. તે શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના શિષ્ય શ્રી જૈનેન્દ્ર શાસન પ્રભાવક પરમપુણ્ય. શાલી આત્મોદ્ધારક પરમોપકારી શિરોમણિ પૂજ્યપાદ પરમકૃપાલુ પ્રાતઃસ્મરણીય મારા ગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ હાલ વિજયવંત વતે છે. તે શ્રી ગુરુમહારાજના પસાયથી મારા શિષ્ય મુનિ વિદ્યાપ્રભવિજય વગેરેની અને જૈનપુરા અમદાવાદના શ્રીસંઘના અગ્રગણ્ય દેવગુરુ ભક્તિકારક દાનાદિ ધર્મારાધક સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ તથા દેવ ગુરુ ભક્તિકારક દાનાદિ ધર્મારાધક બાર વ્રત ધારક સુશ્રાવક શેઠ ભગુભાઈ ચુનીલાલ (સુતરીયા), શેરદલાલ જેસંગભાઈ કાલીદાસ, વકીલ મણીલાલ રતનચંદ, શા, ઈશ્વરદાસ મૂલચંદ, શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ વગેરેની વિનંતીથી અમદાવાદમાં વિક્રમ સંવત ૨૦૦૬માં શ્રીગૌતમસ્વામી ગણધરને જે દિવસે કેવલજ્ઞાન થયું, તે દિવસે એટલે કાર્તિક સુદી એકમે (બેસતા વરસે) ચતુર્વિધ સંઘના ઉપકારને માટે પછાર્યાદિ સહિત શ્રી જૈન પ્રવચન કિરણાવલી નામના પ્રાકૃત ગ્રંથની રચના કરી છે. ભવ્ય છે તેને વાંચીને, સાંભળીને ને મનન કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750