________________
૬૮૬
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
સ્વામીએ રચેલી નિયુક્તિ ) ની ગાથાએ ભાષ્યની ગાથાઓમાં ભળી ગઈ છે. આ ભાષ્યનું પ્રમાણ ૬૪૦૦ શ્ર્લેાકા અને ચૂર્ણિન' પ્રમાણ ૧૨૦૦૦ àાકા જણાવ્યા છે તથા શ્રીમલયગિરિ મહારાજે ભાષ્યાદિને અનુસરીને બનાવેલી ટીકાનું પ્રમાણ-૩૩૬પ ( ૩૪૧૨૫) શ્લેાકેા કહ્યા છે, અને આ સૂત્રના વિ૦ સ’૦ ૧૫૭૩ની પહેલાં રચાયેલા ગુજરાતી એ (સ્તમકા) હુ`ડી વગેરે પણ છે. અહીં દશમા ઉદ્દેશામાં કાંચનપુરમાં પાણીની રેલ આવી હતી એમ કહ્યું છે. આ શ્રીવ્યવહાર સૂત્રના ૧૦ ઉદ્દેશા છે. તે દરેક ઉદ્દેશાના પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણવા:
૧. પહેલા ઉદ્દેશામાં વિસ્મૃતિ ( ભૂલી જવુ’), પ્રમાદાદિ કારણામાંનાં કોઈ પણ કારણથી ચારિત્રાદિકમાં લાગેલા ઢાષોની, સરલ સ્વભાવે આલેાચનાદિ કરવાના વિધિ, અને તે દરેકને અંગે જરૂરી પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન, તથા પ્રસંગાનુપ્રસંગે બીજી પણ ખાસ જરૂરી ઘણી બીનાઆ વિસ્તારથી સમજાવી છે.
૨. બીજા ઉદ્દેશામાં ગ્રામાનુગ્રામ ( એક ગામથી બીજે ગામ ) વિધિપૂર્વક વિહાર કરતા ઘણાં મુનિવરોમાંના કેટલાએક મુનિવરે। પ્રમાદાદિ કારણેામાંનાં કોઈપણ કારણથી મૂલ ગુણાદિમાં અતિક્રમાદ્રિ ઢાષામાંના કેાઈ પણ દાષથી દૂષિત થયા હાય, તેા તેમણે અને બીજા ( અદૂષિત ) મુનિવરે એ માંહેામાંહે કઈ રીતે વર્તવુ ? એટલે ગાચરીઆદિના વ્યવહાર કઈ રીતે સાચવવા જોઇએ ? વગેરે વ્યવહારનું સ્પષ્ટીકરણ કરવાના ઇરાદાથી સૂત્રકારે આ બીજા ઉદ્દેશાની રચના કરી છે.
૩. ત્રીજા ઉદ્દેશામાં સાધુ સમુદાયમાં નાયક તરીકે અનુક્રમે આચાય, ઉપાધ્યાય, પ્રવત ક, ગણાવચ્છેદક અને સ્થવિરાતે જણાવ્યા છે તેમાં (૧) આચાર્ય મહારાજગચ્છના સાધુઓને ( સૂત્રોના) અર્થની વાચના આપે છે, અને સ્મરણાદ્ધિ પ્રકારે ગચ્છને માક્ષમાર્ગની આરાધના કરાવે છે. (૨) ઉપાધ્યાયજી મુનિવરાદિને સૂત્રની વાચના આપે, ને ચુવરાજની માફ્ક આચાર્યને ગચ્છાદિનાં કાર્યમાં મદદ કરે છે. (૩) પ્રવર્તી ક જે સાધુ વૈયાવચ્ચે અધ્યયનાદિ કાર્યમાંના જે કાર્યોને કરવા લાયક હાય, તેને તે કા માં પ્રવૃત્તિ કરાવે છે. ( જોડે છે. ) (૪) ગણાવચ્છેદક આચાર્યાદિની આજ્ઞા પ્રમાણે ગચ્છને લાયક ક્ષેત્રની તપાસ કરે છે, તે જરૂરી ઉપકરણાદિ પદાર્થા પૂરા પાડે છે. (૫) વિર—સયમાદિની આરાધનામાં સીદાતા મુનિઓને સ્થિર કરે છે. તેમના જ્ઞાન સ્થવિરાદિ ત્રણ ભેાની અને તેમાં પણ જઘન્યાદિ ભેદે જુદી જુદી વિચારણા મેં પહેલાં જણાવી છે. ચારિત્ર-જ્ઞાનગાંભીર્યાદિ ગુણેામાંના કયા કયા ગુણાને ધારણ કરનાર મુનિવરાદિમાંથી કાણુ કયા પદને લાયક છે ? અને આચાર્યાદિ પદવી કેાને અપાય ? તથા કોને ન અપાય ? વગેરે હકીકતાને સમજાવવા માટે સૂત્રકારે આ ત્રીજા ઉદ્દેશાની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org