________________
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત બીના પણ કહી છે. તેમાં પ્રસંગનુપ્રસંગે ગોવિંદ બ્રાહ્મણ, તેની સ્ત્રી તથા અંજનશ્રી વગેરેની પણ હકીકતો કહી છે. શ્રી દેવેન્દ્રસૂરિએ આ ચૂલિકાના આધારે પ૧૯ શ્લેક પ્રમાણ પ્રાકૃત સુસઢ કથા રચી છે. તે બંનેના આધારે મેં સંસ્કૃતમાં ગદ્ય રૂપે સુસઢ ચરિત્ર અને તેને સ્પષ્ટાથે રહે છે. તે છપાયો પણ છે. આ મહાનિશીથ સૂત્રની ચૂણિ છે, પણ મળી શકતી નથી. પૂર્વે બાર બાર વર્ષના મોટા દુકાળ પડયા હતા. તેમાંના ચોથા બારવણી મહાદુકાલમાં સૂત્રોને વિચ્છેદ થતો જાણીને શ્રી વલભીપુરમાં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે સર્વ સાધુઓને ભેગાં કરીને મોઢે સૂત્રો (યાદ) રાખેલાં હતાં , તે પુસ્તકાકારે લખ્યાં. તે લખતાં લખતાં વી – સં૦ ૫૧૦ માં શ્રી દેવદ્ધિગણી સ્વર્ગસ્થ થયાતથા વી. સં૦ ૫૩૦ માં યુગપ્રધાન શ્રી સત્યમિત્રસૂરિ સ્વર્ગસ્થ થયા. કાલક્રમે શ્રી હરિભદ્રસૂરિ, સિદ્ધસેનસૂરિ, વૃદ્ધવાદી, વક્ષસેનગણી, દેવગુપ્ત, જિનદાસગણી વગેરે મહાપુરુષોએ એકઠાં થઈને આ શ્રી મહાનિશીથસૂત્ર લખ્યું. લખતાં લખતાં કેઈક પાઠ-આલાવામાં જ્યાં ફેરફાર જણાયે તેનો નિર્ણય જણાવનાર કેવલી છે એમ કહ્યું. આ હકીકત ચેથા અધ્યયનની છેવટે કહી છે. શ્રી હરિભદ્રસૂરિ વી. સં. ૧૮૫માં
સ્વર્ગે ગયા. અહીં જિનપ્રતિમાની પૂજા કરવાના પાઠ અને સંઘતીર્થયાત્રાના પાઠો હોવાથી જિનપ્રતિમાના ઉત્થાપકે (હૃદક મતને માનનારા લોકો) આ શ્રી મહાનિશીથ સૂત્રને માનતા નથી ને કહે છે કે અસલી મહાનિશીથ સૂત્રનો વિછેદ થયો છે. જે સ્ત્ર હાલ છે, તેમાં પાછળથી ઘણે ફેરફાર થાય છે, તેથી અમે તે માનતા નથી. આ શ્રી મહાનિશીથ સૂત્રમાં પર્વ તિથિનો મહિમા પણ જણાવતાં કહ્યું છે કે બીજ, પાંચમ, આઠમ, ચૌદશ એ શુભ પર્વ તિથિઓમાં શુભ ગતિનું આયુષ્ય બંધાય છે, માટે જરૂર તે પર્વ તિથિઓની આરાધના કરવી જોઈએ. આ સિવાય બીજી પણ ઘણી મુનિધર્મને સમજાવનારી હકીકતો સ્પષ્ટ સમજાવી છે.
મહાનિશીથ સૂત્રને ટૂંક પરિચય પૂર્ણ થયો.
શ્રી પંચકલ્પસૂત્રને ટૂંક પરિચય આ સૂત્રના રચનાર શ્રી ગણધર ભગવંત છે. તેમાં પાંચ પ્રકારે કપનું વર્ણન કર્યું છે, તેથી તે પંચકલ્પ કહેવાય છે. એટલે અહીં ૬-૭-૧૦-૨૦ અને ૪ર પ્રકારે ક૯૫ એટલે મુનિવરેના આચારનું સ્વરૂપ જણાવ્યું છે, તેથી તે પંચકલ્પ કહેવાય છે. આ શ્રીપંચકલ્પસૂત્રના ભાગ્યમાં કહ્યું છે કે શ્રીભદ્રબાહુ સ્વામીએ નિશીથસૂત્ર, દશાશ્રતસ્કંધ, બૃહત્કલ્પસૂત્રને વ્યવહારસૂત્રને ઉધાર નવમા પૂર્વમાંથી કર્યો છે. આ શ્રી પંચકલપસૂત્ર (મૂલ ગ્રંથ) સં. ૧૬૧ર સુધી હયાત હતું એમ શ્રી જૈન ગ્રંથાવલી વગેરેમાં પણ કહ્યું છે. આ શ્રી પંચક૯પ એ બૃહક૫ ભાગ્યનો એક વિભાગ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org