________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રીનદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય)
(૩) કેવલ શબ્દને ત્રીજો અર્થ “પૂરેપૂરું થાય છે. બીજા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, ત્યારે શરૂઆતમાં જ્ઞાન ઓછા વધતા પ્રમાણમાં થાય છે આવું કેવલજ્ઞાનમાં હોતું નથી. કારણ કે જ્યારે કેવલજ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે શરૂઆતમાં જ પૂરેપૂરું પ્રકટ થાય છે. આ કારણથી કેવલજ્ઞાનને એમ પણ અર્થ થઈ શકે કે પૂરેપૂરું જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય.
(૪) અસાધારણ” એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય. કારણ કે આના જેવું બીજું એક પણ જ્ઞાન નથી એમ ચેાથો અર્થ થઈ શકે છે.
(૫) અનંત એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય કારણ કે આનાથી બધા પદાર્થોની અનંતી બીના જણાય છે. અને તે સાદિ-અનન્ત કાલ સુધી રહે છે. એમ પાંચમો અર્થ જાણવો.
(૬) વ્યાઘાત વિનાનું જે કાન તે કેવલજ્ઞાન કહેવાય, ભીત વગેરેની પાછળ પદાર્થો રહ્યા હોય, અથવા ઘણે છેટે લેકમાં કે અલાકમાં પદાર્થો રહ્યા હોય, તો પણ તે બીન આ જ્ઞાનથી જણાય છે. પદાર્થોનું ઘણે છેટે રહેવું, અથવા ભીંત વગેરેની આડે (પાછળ અંતરે) રહેવું, એ વ્યાઘાત કહેવાય.
પ્રશ્ન:- પાંચ જ્ઞાનમાં પહેલું મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાન કહ્યાં આવે ક્રમ કયા મુદ્દાથી રાખ્યો છે?
ઉત્તર : મતિજ્ઞાન વગેરેમાં મતિ અને શ્રતજ્ઞાન આ બે એક સાથે કહેવા જોઈએ કારણ કે પાંચ બાબતો બંનેમાં સરખી રીતે ઘટે છે. તે આ પ્રમાણે -
૧. જે મતિજ્ઞાનને સ્વામી હોય, તે જ શ્રુતજ્ઞાનનો પણ હોય. અને શ્રતજ્ઞાનને સ્વામી હોય તે મતિજ્ઞાનને પણ હોય છે, એમ બંનેના સ્વામી સરખા છે. એમ આ શ્રીનંદીસૂત્રના 70 મરૂનાળfપચારિ વચનથી કહી શકાય.
- ૨, મતિજ્ઞાનની જેટલી સ્થિતિ કહી છે, તેટલી શ્રુતજ્ઞાનની પણ કહી છે. તેમાં પ્રવાહની અપેક્ષાએ બંનેને સમય સર્વ કાલ જાણુ, અને અપતિત એક જીવની અપેક્ષાએ કાંઈક વધારે છાસઠ સાગરોપમ એટલે કાલ જાણે, આ બાબતમાં શ્રી વિશેષાવશ્યકને જુઓ સાક્ષિપાઠ–
दो वारे विजयाइसु-गयस्य तिण्णाऽच्चुए अहव ताई।।
अइरेगं नरभवियं, नानाजीवाण सव्वदा ॥१॥ એમ બંનેને સમય સરખો છે.
૩. જેમ ઇંદ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે, તેમ શ્રતજ્ઞાન પણ ઇંદ્ધિ દ્વારા થાય છે. આ પ્રમાણે બંનેના કારણે પણ એકસરખાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org