________________
૬૫૮
શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત તે દરેક પદના નિક્ષેપાની બીના કહી છે, તે નિક્ષેપનિર્યુક્તિ અનુગમ કહેવાય. અને જે સૂત્રનું વ્યાખ્યાન કરવાનું હોય, તેમાં જે ઉદ્દેશ, નિર્દેશ વગેરે ર૬ દ્વાના સ્વરૂપને જણાવવું તે ઉદઘાતનિર્યુક્તિ-અનુગમ કહેવાય. આ ર૬ દ્વારેનું વિસ્તારથી વર્ણન શ્રી આવશ્યકત્રની માટી ટીકાદિમાં કર્યું છે. તેમાંથી લઈને ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે સામાયિકમાં ર૬ દ્વારે ઘટાવીને ઉપઘાતનિર્યુક્તિ અનુગામનું
સ્વરૂપ બહુજ સ્પષ્ટ સમજાવ્યું છે. તથા સૂત્રાનુગામના અવસરે જે સૂત્રના દરેક પદોની વિસ્તારથી વ્યાખ્યા (વિવરણ, સ્પષ્ટીકરણ) કરવી તે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ અનુગમ કહેવાય. આ પ્રસંગે સૂત્રના બત્રીશ દોનું અને ૮ ગુણેનું વર્ણન કરીને કહ્યું છે કે જેમાં બત્રીસ દે ન હોય, તે સૂત્ર કહેવાય. અનુગના ત્રીજા ભેદરૂપ અનુગામનું વર્ણન પૂર્ણ થાય છે.
| અનુયોગના ચોથા ભેદ ૭ નયને સંક્ષિપ્ત પરિચય છે
(૧) ગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) જુસવનય, (૫) શબ્દનય, (૬) સમભિરૂઢનય, (૭) એવંભૂતનય. આ સાત ન જાણવા.
૧. નિગમનય-પદાર્થના સામાન્ય ધર્મોને અને વિશેષ ધર્મોને સ્વીકારે છે. ૨. સંગ્રહનય-પદાર્થના સામાન્ય ધર્મને જ સ્વીકારે છે. જેમ જગત સત એટલે જગત પદાર્થ વિદ્યમાન છે. ૩. વ્યવહારનય-લોક રૂઢ વિશેષ ધર્મવાળા પદાર્થોને સ્વીકારે છે. ૪. જુસૂવનય–વર્તમાન (ચાલુ) કાલમાં જ થયેલી બીનાને માને છે. એટલે ભૂતભવિષ્ય કાલની હકીકતને માનતો નથી. ૫. શબ્દનય-કાલ, લિંગ, વચન વગેરેના ભેદથી પદાર્થોને જુદો માને છે. જેમ કે દેવ, દેવી દેવા: ૬, સમભિરૂઢનય-વ્યુત્પત્તિના ભેદથી પદાર્થને ભિન્ન ભિન્ન માને છે, જેમ કે- કુનતિન્દ્ર = એશ્વર્યને ભાગવતો હોવાથી ઇંદ્ર કહેવાય વગેરે. આ નથ છેક વાચક તમામ શબ્દોને (શબ્દોના અર્થને) અલગ અલગ માને છે. ૭. એવંભૂતનય-વર્તમાન (ચાલુ) ક્રિયા વિશિષ્ટ પદાર્થને જ સ્વીકારે છે. જેમ કે-જે વખતે ઘટ પાણી લાવવાની ક્રિયામાં મદદગાર હોય, એટલે “ઘર” ત ઘટ:= જે દ્વારા જલાહરણાદિ ક્રિયા થાય, તે ઘટ કહેવાય. પણ ક્રિયારહિત કાલમાં એટલે જ્યારે ઘટ દ્વારા જલાહરણ (પાણીનું લાવવું, ખેંચવું) વગેરે ન થતું હોય, ત્યારે તે ઘટ ન કહેવાય. એમ બીજા પદાર્થોમાં પણ સમજી લેવું. અહીં સમભિરૂઢ નયમાં ક્રિયા કરે અગર ન કરે, પણ શબ્દમાં વ્યુત્પત્તિ-અર્થ ઘટવો જોઈએ, આ મુદ્દો છે. ને એવંભૂત નથમાં ચાલુ ક્રિયાની મુખ્યતા છે.
આ મૈગમાદિ ૭ નો અંતર્ભાવ (સમાવેશ) જ્ઞાનનય અને ક્રિયાનમાં, અથવા વ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં થાય છે.
અવિન પ્રભાવશાલિ ત્રિકાલાબાધિત શ્રી જેનેન્દ્રશાસનની અવિચ્છિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org