________________
દુપર
શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત વ્યક્તિમાં રહેલા ધર્મોને તે તે ઇંદ્રાદિ નામમાં ઉપચાર કરવામાં આવે છે. આ મુદ્દાથી જેનું જે જે નામ પાડ્યું હોય, તેને તે સાંકેતિક શબ્દથી જ બોલાવવામાં આવે છે. એટલે કાર્ય પ્રસંગે બોલાવાય, પણ તેના પર્યાયવાચક શબ્દો દ્વારા ન બેલાવાય, જ્ઞાનપદના સરખા અથવાળા (પર્યાયવાચક) શબ્દો બેધ, જ્ઞપ્તિ, પ્રકાશ વગેરે અને ઇદ્રપદના શ, હરિ, પુરંદર વગેરે જાણવા. આ પ્રમાણે નામ એ પર્યાયવડે અનભિધેય કઈ રીતે કહેવાય? આનો સ્પષ્ટ ખુલાસો કરી દીધો. હવે “થિતમન્યાર્થે ” એટલે મૂલ શબ્દના અર્થથી બીજા અર્થમાં નામ રહે. આનો સ્પષ્ટ અર્થ જાણવો જોઈએ, તે આ પ્રમાણે : જેમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય વગેરે ગુણે રહે, તે ઇંદ્ર કહેવાય, ઇંદ્ર પદને આ ખરો અર્થ છે તમામ દેવોને સત્તાધીશ ઉપરી હોય તેમાંજ ઘટે છે. એમ બાલક વગેરેમાં તે અર્થ ન જ ઘટે. કારણ કે ત્યાં તે તેને સંકેત જ કરેલ છે. આટલા વિવેચન ઉપરથી સમજવાનું રહસ્ય એ મળે છે કે જે અમુક વ્યક્તિનું અમુક નામ પાડવામાં આવે છે, તેમાં કેવલ તેની ઓળખાણ પડે એ જ મુદ્દો છે. પણ નામનો જે અર્થ થતો હોય, તે તેમાં ન ઘટે. આથી બરાબર સમજાવી દીધું કે જેમાં મૂલ (મુખ્ય) અર્થ સિવાયનો બીજો અર્થ રહે એ નામ કહેવાય. એ પ્રમાણે “તદર્થનિરપેક્ષ આનો ભાવાર્થ પણ સમજ
હેલ છે. કારણ કે પહેલાં જે કહ્યું કે નામ એ મુખ્યાર્થથી જુદા અર્થમાં રહે, એટલે મુખ્યાથમાં ન રહે. જે નામ મુખ્યાથમાં ન રહેતું હોય, તે તેનાથી (મુખ્યાર્થથી) નિરપેક્ષ (સંબંધ ન રાખે એવું ) હેય, એમાં નવાઈ શી? આ પ્રસંગે “જે જેના ખરા અર્થમાં ન રહે, તે તેનાથી નિરપેક્ષ હોય.” આ વાત (ન્યાય) જરૂર યાદ રાખવી. એ પ્રમાણે “તદર્થનિરપેક્ષ નામ' આને સ્પષ્ટાર્થ જણાવીને નામની બાબતમાં છેવટે જાણવા જેવી બીના એ છે કે ઇચ્છાનુસાર (મરજીમાં આવે તેમ) તે નામ પાડવામાં (રાખવામાં) આવે છે. એટલે જેમ પર્યાયથી અનભિધેય, અને અન્યાર્થમાં રહેલ તથા તદર્થનિરપેક્ષ જે હોય તે નામ કહેવાય, તેમ ઇચ્છાનુસાર અર્થની તરફ ધ્યાન રાખ્યા સિવાય કેઈનું ડિત્ય, વિથ વગેરે નામ પાડીએ, તે પણ નામ કહેવાય, ઘણું કરીને જ્યાં સુધી નામના આધાભૂત દ્રવ્ય રહે ત્યાં સુધી તે નામ હોય છે (રહે છે.)
પ્રશ્ન: “ઘણું કરીને ” આમ કહેવાનું શું કારણ?
ઉત્તરઃ દેવદત્ત વગેરે નામથી જે વ્યક્તિ (માણસ)ને બોલાવીએ છીએ, તે કાયમ એ જ નામથી બોલાવાશે, એ નિયમ રહેતો નથી. એમ પણ ઘણે સ્થલે દેખાય છે કે જે વ્યક્તિ હાલ અમુક નામથી ઓળખાતી હોય, તે કેટલોક સમય વીત્યા બાદ અથવા ભૂતકાળમાં બીજા નામથી ઓળખાય અથવા ઓળખાતી હતી. તેવી રીતે અનુભવસિદ્ધ એમ પણ કહી શકાય કે હાલ પણ એક જણનાં અનેક નામ પાડ્યાં હોય છે. દુકાન વગેરે સ્થલે તેનું નામ જુદું ચાલે અને પોતાના ઘેર વગેરે સ્થલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org