________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૨૧ જન્મ થયો હતો. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવે તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એ સંશય હતો કે “જે પ્રાણું જે આ ભવમાં હોય, તે જ તે (પ્રાણુ) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે? પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચેથા ગણધરની માફક એકાવનમા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી, આ શ્રીસુધર્માસ્વામીની બાબતમાં શ્રી શત્રુંજયમાહામ્યમાં કહ્યું છે કે આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવા લાખ શ્લોક પ્રમાણ શ્રા શત્રુંજયમાહામ્ય બનાવ્યું હતું. તે ઘણું વિશાલ હોવાથી અહ૫ જીવિત-બુદ્ધિવાળા જીવોના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીર દેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટૂંકું કરીને ર૪ હજાર શ્લોક પ્રમાણુ બનાવ્યું. ત્યારબાદ કાલાન્તરે શિલાદિત્ય રાજાની વિનંતી ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજયમાહા બનાવ્યું,
સુધર્માસ્વામીજી મહારાજ પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા, યુગપ્રધાન મહાપુરુષો (પ્રાય:) એકાવતારી હોય છે. તેમણે ૪ર વર્ષ (બીજા દશે ગણધરે કરતાં અધિક સમય) સુધી છદ્મસ્થપણું ભેગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. દર વર્ષ વીત્યા બાદ ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલીપણે વિચારી શ્રી જ બૂસ્વામી આદિ ઘણું ભવ્ય જીવોને પ્રતિબોધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિની ઉપર માસિક અનશન કરી પ્રભુ શ્રી વીરના નિર્વાણથી ૨૦ વર્ષે મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી.
૬. શ્રી મંડિત ગણધર છા ગણધર શ્રી મંડિત ગણધર વાસિષ્ઠ ગોત્રના મૌર્ય ગામના રહીરા વિપ્ર શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમને સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં જન્મ થયો હતો. બૃહસ્પતિને પણ જીતે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચૌદ વિદ્યાના પારગામી થયા. તે હમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધમેક્ષની બાબતમાં સંદેહ હતા, તે પ્રભુ શ્રી મહાવીરે દૂર કર્યો, તેથી તેમણે પ૪મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તે આ ગણધર પદવી પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા, તેઓ છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા. એટલે ૬૮મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા, કેવલીપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩
૧. પ્રભુ શ્રીમહાવીરે અગિયારે શિષ્યોને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં દીર્ધાય હેવાથી સુધર્માસ્વામીને ગણુની અનુજ્ઞા કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org