________________
૬૦૬
શ્રીવિજયસૂરીશ્વરકૃત આજ્ઞા વિના સ્વછંદીપણે ફર્યા કરે, પિતાની (સંસારીપણાની) જ્ઞાતિના ઘરમાંથી જ આહારદિને વહોરીને વાપરે, તે મુનિ પાપભ્રમણ કહેવાય. આવા શ્રમણ ધર્મથી વિરુદ્ધ આચારદિને ત્યાગ કરીને શ્રમણ ધર્મને સાધનારા મુનિવરે સિદ્ધિપદને પામે છે અથવા મહદ્ધિક સમ્યગ્દષ્ટિ દેવપણાને પામે છે.
| ભાવના ! જે મુનિવરો પ્રબલ પુણ્યોદયે પામેલા મુનિધર્મની જવાબદારી સમજીને જવા આવવામાં, આહારાદિને વાપરવામાં, ખાસ જરૂરી ઉપકરણાદિને રાખવામાં ને વાપરવામાં, ભણવામાં, ગુરુ વગેરે વડીલના વિનયાદિને સાચવવામાં, મુનિધર્મની બધી વ્યાવહારિક તેમજ ધાર્મિક ફરજોને જાણીને પાળવામાં બહુ જ સાવધાન રહે, પ્રમાદનો ત્યાગ કરીને વિવેકી થઈ ક્રોધાદિ અંતરંગ શત્રુઓને જીતે, આત્મદષ્ટિને સતેજ કરી નિજગુણાનંદી બને, તેઓ જ ધર્મશ્રમણ કહેવાય. જે પ્રમાદી બની દુર્લભ ધમસામગ્રીને સાધે નહીં, પણ વિરાધે, તેઓ પાપશ્રમણ કહેવાય છે, એમ સમજીને મુનિઓ અપ્રમત્તભાવે શ્રમધર્મને સાધીને સ્વપતાક બને, એ જ આ અધ્યયનનું ખરું રહસ્ય છે. ૧૮. ઉત્તરા૦ના અઢારમા શ્રીસંયતીનામના અધ્યયનનો રંક પરિચય
અહીં શરૂઆતમાં સંજય શબ્દના નિક્ષેપ વગેરેની બીના કહીને જણાવ્યું છે કે સંયતિરાજા છેડા ઉપર બેસીને શિકાર કરવા નીકળ્યા, કેશર નામના બગીચામાં દયાનસ્થ ગર્દભાલિ મુનિની પાસે ગયેલા એક હરિણને પિતે છેટેથી બાણ મારીને મારી નાખ્યું. પછી તેની નજીકમાં ગયેલા રાજાએ ગભાલિ મુનિને જોયા. તેમની પાસે પિતાના બાણથી મરેલા હરિણને જોઈને ભય પામેલા રાજાને એ વિચાર થયો કે શું મારું બાણ મુનિને વાગ્યું હશે ? અથવા આ હરિણ મુનિની પાસે દોડી આવ્યો, તેથી આ હણાયેલો હરિણ શું આ ગિનો હશે? હવે મારું શું થશે? એમ વિચારતાં શકામાં પડેલે રાજા મુનિરાજને ખમાવે છે. સાધુ તો મૌનપણે ધ્યાનમાં રહ્યા છે. કંઈ બાલતા નથી, તેથી રાજા વધારે આકુળવ્યાકુળ થયો (ગભરાય). ધ્યાન પૂરું કરીને મનિએ સંયતિ રાજાને બહુ જ વૈરાગ્યમય ઉપદેશ આપે. તેણે તે ગર્દભાલિ મુનિની પાસે દીક્ષા લઈ પરમ ઉલ્લાસથી શ્રમણધર્મને સાધવા માંડ્યો. અનુક્રમે તે ગીતા થયા પછી ગરની આજ્ઞા લઈ અલગ વિચરતાં વિચરતાં એક સ્થળે આવે છે. અહી તેમને એક ક્ષત્રિય રાજર્ષિને સમાગમ થાય છે. તેમણે રાજષિ સંયતિ મુનિને પાંચ પ્રશ્નો પડ્યા. તે દરેકના ઉત્તરમાં સંયતિ મુનિએ જણાવ્યું કે (૧) મારું નામ સંયતિ છે અને (૨) ગૌતમ નામે ગોત્ર હતું. (૩) સંવેગ અને નિર્વેદ ભાવના જાગવાથી હું શ્રમણ થયો. (૪) ગર્દભાલિ ગુરુની સેવા કરું છું. (૫) હું ક્રિયાવાદી વગેરે વાદીઓની માન્યતાને એટી માનીને આઠ પ્રવચન માતાના પાલન અને ગુરૂવિનયાદિ કરવા પૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org