________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૦૯ જરૂર સંસાર સમુદ્રને તરી જાય છે. આ બીના લક્ષ્યમાં રાખીને કુશીલતા (સ્વછંદપણા)નો ત્યાગ કરીને મોક્ષમાર્ગને સાધનારા છો જરૂર સિદ્ધ થાય છે.
અનાથી મુનિનાં આ વચન સાંભળીને બહુ જ રાજી થયેલા શ્રેણિક રાજાએ પિોતે કરેલા અવિનયની (પોતે મુનિને ભેગ ભેગવવાની વિનંતી કરી હતી તેની) માફી માગી, ભાવથી વંદના કરીને તે સ્વસ્થાને ( મહેલમાં) ગયા. આ તમામ હકીકતોને વિસ્તારથી અહીં વર્ણવી છે. બહુ જ વૈરાગ્યભાવને વધારનારું અને ટકાવનારું આ અધ્યયન છે.
ર૧. ઉત્તરાના એકવીશમાં શ્રી સમુદ્રપાલીય નામના અધ્યયનને
ટૂંક પરિચય અહીં શરૂઆતમાં “સમુદ્ર” શબ્દના ને “પાલ' શબ્દના નિક્ષેપા વગેરેની બીના, અને સમુદ્રપાલના જન્મની તથા વિવાહની બીના જણાવીને કહ્યું કે આ સમુદ્રપાલ એક વખત મહેલના ઝરૂખામાં બેસીને નગર ચર્યા (નગરની પરિસ્થિતિને જોઈ રહ્યો છે. તે અવસરે તેણે એક ચેરને જોયો, આ ચારને મારવાના ચિહ્ન તરીકે કરેણના કલેની માળા પહેરાવી હતી. તેની આગળ ફૂટેલા દેલ વાગતો હતો ને સિપાઈઓ તેને ગધેડાના ઉપર બેસાડીને વધભૂમિ (મારવાના કે ફાંસી દેવાના સ્થાન) પર લઈ જતા હતા. આ ચારને જોઈને સમુદ્રપાલ આ રીતે વિચાર કરવા લાગ્યો કે અહો ! કરેલા અશુભ કર્મોનાં કડવાં કુલ કેવાં બૂરી રીતે ભેગવાય છે ! વ્યાજબી જ છે કે જે કરે, તેવું પામે ? આ નીતિનું વચન તેને અપૂર્વ બોધદાયક નીવડ્યું. તેથી તેણે એ પણ વિચાર્યું કે હું શું કરી રહ્યો છું? મારે પણ આ ભેગ ભેગવવાથી બાંધેલા કને ઉદય થતાં તે રીબાઈ રીબાઈને આ ચારની માફક ભોગવવા પડશે? માટે હવે મારે આ રીતે વર્તવું વ્યાજબી નથી, ઇત્યાદિ શુભ ભાવનાના પ્રતાપે તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી વિશેષ વૈરાગ્યવાળા તેણે માતાપિતાની આજ્ઞાથી શ્રમધમને સ્વીકારી પરમ ઉલ્લાસથી આરાધવા માંડ્યો. (૧) સરલતા (૨) સહનશીલતા (૩) નમતા (૪) આસક્તિનો અભાવ, (૫) કેઈ નિંદે કે વખાણે તે સમયે સમતા, (૬) મૈત્રી, પ્રમોદ ને માધ્યસ્થ ભાવના (૭) નિર્દોષ સ્થાને આહારદિને ઉપયોગ (૮) સ્વકતાની આરાધના કરવામાં નિરંતર સાવધાનતા. (૯) સંતોષ, સાદાઈ વગેરે ગુણોને ધારણ કરવાપૂર્વક શ્રમણધર્મને આરાધતાં તે સમુદ્રપાલ મુનીર ક્ષપકશ્રેણિમાં ઘાતીકમ થાય કરી કેવલી થઈ સિદ્ધિપદને પામ્યા.
| ભાવના છે આસન્નસિદ્ધિક છે પ્રતિબોધનું નિમિત્ત કારણ જોઈને જરૂર સમદ્રપાલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org