________________
શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ર૩
૬૭ થી ૭૦. ક્રોધાદિ ચાર કષાયોને વિજય–ચારે કષાયોને જીતવાથી ક્રમસર ક્ષમા, નમ્રતા, સરલના ને સંતોષ ગુણે પ્રકટે છે, ક્રોધાદિ નિમિત્તે નવાં કર્મો બંધાતાં નથી ને કષાય નિમિત્તે પહેલાં બાંધેલાં તેવાં કર્મોનો નાશ પણ થાય છે.
૭૧. પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શનવિજય. ૭ર યથાય:પાલન, ૭૩. સહાન–પ્રેમ-દ્વેષ અને મિથ્યાત્વનો નાશ કરનારે ભવ્ય જીવ મોક્ષમાર્ગની પરમ શાંતિથી આરાધના કરીને કેવલજ્ઞાની બને છે. ૭૧. પિતાનું આયુષ્ય અંતમુહૂર્ત પ્રમાણ બાકી છે એમ જાણીને યોગનિરોધ કરીને શૈલીશી અવસ્થાને પામે છે. અંતે શ્રીઅયોગી કેવલી ભગવંત બાકી રહેલી દારિક શરીર-નામકર્માદિ તમામ કર્મપ્રકૃતિને ખપાવીને સિદ્ધ થાય છે.
આ ૭૩ દ્વારનું વર્ણન અહી વિસ્તારથી કર્યું છે. ભવ્ય જીવોએ સમ્યગ્દષ્ટિ થયા પછી ક્રમસર આત્મિક જીવનને ઉચ્ચ કોટીમાં લાવનારા ગુણેનું યથાર્થ વર્ણન અહીં કર્યું છે. ૩૦. ત્રીશમા શ્રી તપોમાર્ગગતિ નામના અધ્યયનને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં તપશબ્દ, માગ શબ્દ અને ગતિ શબ્દના નિક્ષેપ વગેરેની બીના કહીને સ્પષ્ટ જણાવ્યું છે કે તપથી ભૂતકાલે બાંધેલા કર્મોને થાય જરૂર થાય છે, ને મૂલગુણાદિની આરાધના કરવાથી વર્તમાનકાલે આવતાં કર્મોને ક્ષય થાય છે. આ હકીકતને યથાર્થ સમજાવનારું તળાવનું દૃષ્ટાંત આ પ્રમાણે તપમાં ઘટાવવું જેમ એક પાણીથી ભરેલા તળાવને તદ્દન સૂકું કરવું હોય, તો પહેલાં તેના ગરનાળા (બહારથી નવું પાણી આવવાનાં બાકાં) બંધ કરીને આવતું પાણી રેકી દેવું જોઈએ, પછી અંદરનું પાણી ઉલેચીને બહાર કાઢીએ, તે બધું પાણી ખાલી થઈ જાય ને પછી સૂર્યનો તાપ પડતાં તે તળાવ તદ્દન સૂકું થઈ જાય છે. આ તળાવનું દૃષ્ટાંત આત્મામાં આ રીતે ઘટાવવું : તળાવ જે આત્મા જાણ ને પાણી જેવાં બાંધેલાં અને બંધાતાં કર્મો સમજવાં, ઇંદ્રિય-કષાય-અગ્રત વગેરે ગરનાળા જેવાં જાણવાં. તેને બંધ કરનારા ડાટા જેવી મહાવ્રતાદિની આરાધના કરીને નવાં કર્મો બાંધતો નથી ને જ્ઞાનપૂર્વક નિનિદાન (નિયાણુને તજીને) તપ કરવાથી જૂનાં કર્મોને ખપાવે છે. આ રીતે શ્રી તીર્થંકરદેવોએ તેવો તપ કરીને આત્માને નિર્મલ બનાવ્યું. પછી ભવ્ય જીને તપ કરવાને ઉપદેશ આપે, તેથી તેમણે તપ કરીને કહ્યું છે, એમ ખુશીથી કહી શકાય. આ બીના સ્પષ્ટ જણાવીને અનુક્રમે બાહ્યતપના ૬ ભેદો અને અત્યંતર તપના ૬ ભેદો વિસ્તારથી સમજાવતાં ઇરિક અનશનના વર્ણનમાં ઘણીતપ વગેરેનું સ્વરૂપ, અને યાત્કથિક અનશનના વર્ણનમાં વિચાર અનશનાદિનું સ્વરૂપ વિસ્તાસ્થી જણાવ્યું છે. દ્રવ્યાદિ પાંચ ભેદ ઉદરિકાનું સ્વરૂપ જણાવતાં ગારીના ૮ ભેદને એષણાના ૭ ભેદોની બીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org