________________
૬૩૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ઉત્તર: અભિ એટલે સન્મુખપણું. તાત્પર્ય એ કે જેમાં જાણવા લાયક પદાર્થ યોગ્ય દેશમાં રહેવો જોઈએ આવી અપેક્ષા છે. તથા નિ એટલે નિયતપણું. આનું રહસ્ય એ છે કે જે (જ્ઞાન)માં ઇંદ્રિય વગેરેની મદદ લેવી પડે છે. આવો જે પોતપિતાના સ્પર્શ વગેરે વિષયને અનુસરતે બેધ તે અભિનિબોધ કહેવાય. અને તે જ આભિનિબાધિક જ્ઞાન કહેવાય. અહીં અભિનિબોધ શબદથી “ઇક| પ્રત્યય જોડાઈને આભિનિબાધિક શબ્દ બને. મતિજ્ઞાનના અને આભિનિબેધિક જ્ઞાનના અર્થમાં લગાર પણ ફેર છે જ નહિ, આગળ જે શ્રુતજ્ઞાન કહેવાશે, તેમાં પણ પહેલાં શબ્દ સંભળાય, ત્યાર બાદ “ઘરઘવાયો ઘટ એટલે ઘટ શબ્દથી ઘરરૂપ અર્થ જાણો, અને ઘટરૂપ અર્થને જણાવનારો ઘટ શબ્દ છે, આ પ્રમાણે જે વાવાચકભાવ નામના સંબંધને યાદ કરવો. આ બંનેને (શબ્દશ્રવણ અને સંબંધ મરણ) મતિજ્ઞાન સ્વરૂપે જાણવા, શ્રી તવાર્થમાં આને સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન તરીકે જણાવ્યું છે. આ જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવને હોય છે.
૨. શ્રતાન–શદાર્થની વિચારણા કરતાં કરતાં ઇંદ્રિય અને મન દ્વારા જે બંધ થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય. અહીં દષ્ટાંત એ છે કે કોઈ એમ બોલે કે “ઘg , આ શબ્દને સામા ઊભેલા માણસે સાંભળો. ત્યારબાદ સાંભળનાર શબ્દાર્થનો સંબંધ યાદ કરે છે કે ઘટ શબ્દ કંબુગ્રીવાદિ આકારવાળા પદાર્થને જણાવે છે. અહીં સુધી જ્ઞાન તે મતિજ્ઞાનસ્વરૂપ છે. શબ્દાર્થને સંબંધ યાદ કર્યા બાદ જે ઘટરૂપ અર્થને બાધ થયે તે શ્રતજ્ઞાન કહેવાય. આમાંથી સમજવાનું એ મલે છે કે મતિજ્ઞાન શ્રતજ્ઞાનનું કારણ છે. આ શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) દ્રવ્યશ્રત, (૨) ભાવમત, (૧) છાપેલાં અક્ષરો તથા જે શબ્દ બેલાય તે દ્રવ્યગ્રુત કહેવાય. (૨) શબ્દને સાંભળનાર જીવે શબ્દ દ્વારા અર્થને જાણે એ ભાવકૃત કહેવાય. આનું રહસ્ય એ છે કે ભાવકૃતનું કારણ દ્રવ્યશ્રત છે. તથા જે અર્થની બાજુ લક્ષ્ય રાખીને શબ્દ બોલાય, આ અવેક્ષાએ ભાવતનું કાય દ્રવ્યશ્રત કહી શકાય. મતિજ્ઞાનની માફક આ શ્રુતજ્ઞાન પણ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. શ્રતજ્ઞાનાવરણીય કર્મના ક્ષોપશમથી જે થાય તે શ્રુતજ્ઞાન કહેવાય. આવું શ્રુતજ્ઞાન મન વિનાના એકેન્દ્રિયાદિ જીવોને હેય છે. કારણ કે તેમને પણ આહાર સંજ્ઞા વગેરે ચારે
ના હોય છે. અને આહારગ્રહણ વગેરેને અનુકૂલ જે અસ્પષ્ટ અધ્યવસાય તે સંજ્ઞા કહેવાય. આ સંજ્ઞા શ્રુતજ્ઞાન માન્યા સિવાય ન ઘટે, કર્મગ્રંથાદિ શાસ્ત્રોમાં આ આશયથી એકેન્દ્રિયાદિને શ્રુતજ્ઞાન કહ્યું છે.
5. અવધિ જ્ઞાન-ઇંદ્રિય અને મનની મદદ વિના જે સાક્ષાત રૂપી પદાર્થોનું ન થાય તે અવધિજ્ઞાન કહેવાય. માટે જ શ્રીનંદીસૂત્ર વગેરેમાં અવધિજ્ઞાનાદિ ત્રણે જ્ઞાનાને પ્રત્યક્ષ જ્ઞાન તરીકે ઓળખાવ્યા છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International