________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૧૧ સ્વરૂપને સમજવામાં મુશ્કેલી પડતી હતી, ને શ્રી મહાવીર પ્રભુના શાસનના સાધુસાધ્વીઓ ધર્મને સમજે છે ખરા, પણ તેમને પાળવામાં કઠીન લાગે છે. તેથી જ તે બંને તીર્થંકર દેના શાસનમાં પાંચ મહાવ્રતોની આરાધનારૂપ શ્રમણધર્મ હતો. શ્રી પણ મમતાનું સાધન હોવાથી પરિગ્રહ રૂપ જ ગણાય છે. આ મુદ્દાને યથાર્થ સમજના જુરાણ (વચલા બાવીશ તીર્થકરોના ) સાઘુએ ચાર મહાવ્રતોની આરાધનારૂપ શ્રમણધર્મને સાધતા હતા; પણ આ રહસ્યને પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓ વિશિષ્ટ બુદ્ધિના અભાવે યથાર્થ સમજી શકતા નહતા, તેથી ભેગા ગણાતા ચોથા અને પાંચમા મહાવ્રતોને અલગ અલગ ગણીને પાંચ મહાવ્રતોરૂપ શ્રમણધર્મ જણાવ્યું. અહીં સંખ્યાની અપેક્ષાએ ભેદ જણાય છે, પણ અર્થની અપેક્ષાએ જરા પણ જુદાશ છે જ નહીં. કારણ કે બંનેમાં ફકત શ્રમણ ધર્મને જ સ્પષ્ટપણે સમજાવવાનો મુદ્દો છે.
૨–પુરુષાદાનીય પ્રભુ શ્રી પાર્શ્વનાથના સાધુઓ સરલ અને બુદ્ધિશાળી હતા, તેથી તેઓ વિવિધ વર્ણવાળાં વસ્ત્રોને નિમમત્વભાવે (મમતા રહિતપણે) વાપરતા હતા, અવસર્પિણું કાલ વગેરેના પ્રભાવને લઈને સાધુઓમાં વિવિધરંગી વચ્ચે મમતાના કારણ જાણીને પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રમાણે પેત અને સાદો વેશ રાખવા માટે સાધુ-સાધ્વીઓને ફરમાવ્યું. અહીં બંને પ્રકારના મુનિ વેશમાં મમતાના ત્યાગરૂપ મુદ્દો એક સરખી રીતે જણાય છે. અને મુનિઓના આવા સાદા વેશ જેને જેનારા લોકોને ખાત્રી થાય કે
આ જૈન મુનિ છે. આ રીતે બીજા વેશધારી સંન્યાસી આદિથી જૈન મુનિને ભિન્ન જણાવવા માટે પ્રભુ શ્રી મહાવીરે સાદો મુનિશ જણાવ્યું છે. મુનિને ભાવચારિત્રની આરાધનામાં ટકાવનારે આ મુનિવેશ છે, એમ વ્યવહારનયના વિચારે કહી શકાય, પણ નિશ્ચયનયના વિચારે મોક્ષના સભ્યશન-ગાન,ચારિત્રની આરાધનારૂપ ત્રણ સાધનાની બાબતમાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પ્રભુ (બંને) એક સરખી રીતે પ્રરૂપણ કરનારા છે. આ રીતે મૂલ તો બંનેનાં એક જ છે.
૩–ખરાબ વિચારવાળે આત્મા એ શત્રુ છે. તેને જીતવાથી ૪ કષા જરૂર જિતાય છે. એમ એક (આત્મા) ને જીતવાથી પાંચ (આત્મા અને ૪ કષાય) છતાય છે. ને એ પાંચને જીતવાથી પાંચ ઇંદ્રિયોને વશ કરાય છે, તેથી બધા મળીને દશ (આત્મા, ૪ કષાય પાંચ ઇંદ્રિય) છતાય છે, આ રીતે હું દશ (આત્મા વગેરે) ને જીતવાથી તમામ અંતરંગ શત્રુઓને જીતીને પરમ શાંતિથી વિચારું છું, ક્ષમા, નમ્રતા. સરલતા અને સંતોષથી કષાયોને જીતી શકાય, અને વૈરાગ્ય ગુણેથી પાંચ ઇંદ્રિયાને જીતી શકાય છે. આ રીતે થવાથી આભા ખુશીથી જીતી શકાય છે.
૪–રાગ, દ્વેષ, મોહ, પરિગ્રહ અને શ્રી આદિની મમતારૂપ સ્નેહબંધનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org