________________
૫૩૦
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દેવાનું અને બીજા વાંદણામાં “શાવરણમાણ આ પદ નહિ બોલવાનું કારણ તથા વંદનનું ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ રીતે ત્રીજા વંદનક નામના અધ્યયનનો ટૂંક પરિચય પૂરો થશે.
૪. શ્રી પ્રતિક્રમણ અધ્યયનનો ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પ્રતિક્રમણનું અને પ્રતિક્રમક (પ્રતિક્રમણ કરનાર જીવ)નું તથા પ્રતિકાંતવ્ય એટલે પ્રતિક્રમણ કરવાને લાયક દોષોનું સ્વરૂપ, તેમ જ પ્રતિક્રમણ શબ્દના પર્યાયવાચક શબ્દોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી અનુક્રમે પ્રતિક્રમણ વગેરે ૮ શબ્દોના નિક્ષેપા અને અશ્વ વગેરેના ૬ નિક્ષેપ દષ્ટાંત સાથે જણાવતાં અધિક માસને અંગે આંબાને આપેલા ઉપાલંભ (ઠપકા)ની બીના કહી છે. પછી જણવ્યું છે કે આલોચના કરવાથી આરાધના થાય છે, માટે અજ્ઞાનાદિ કારણે લાગેલા દોષ ગુરુ મહારાજને જરૂર સરલ ભાવે જણાવવા જોઈએ અને તે દોષોની શુદ્ધિને માટે તેમના કહ્યા મુજબ પ્રાયશ્ચિત્તાદિ જરૂર કરવો જોઈએ.
આ હકીકત સ્પષ્ટ સમજાવીને અનુક્રમે મારા પ્રતિક્રમણનું સ્વરૂપ, અને ભેદાદિ સહિત અનશનનું સ્વરૂપ તથા મહાવ્રતનું સ્વરૂપ તેમ જ ભાવપ્રતિક્રમણનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. જે મિથ્યાત્વાદિ દોષોનો અથવા તેવા રાષવાળા સંસારનો ત્યાગ કરે તે ભાવપ્રતિક્રમણ કહેવાય, આ હકીકત સ્પષ્ટ સમજાવીને અનુક્રમે (૧) “ચત્તર iારું' સૂત્ર (૨) “વત્તા સ્ત્રોનુત્તમા’ સૂત્ર, (૩) “વત્તા સર” સૂત્ર, (૪) રૂછામિ દિશાનિર્વ, વો તેવો ઇત્યાદિ સૂત્ર, આ ૪ સૂત્રોના અર્થ સમજાવીને (૧) પ્રતિષિદ્ધ (જે કાર્ય કરવાની જિનાજ્ઞા ન હોય તેવા) કાર્યનું કરવું. (૨) સામાયિક જિનપૂજાદિ કાર્યો ન કરવાં, (૩) અશ્રદ્ધા કરવી, (૪) વિપરીત પ્રરૂપણા કરવી. પ્રતિક્રમણ કરવાનાં આ મુખ્ય ચાર કારણે સ્પષ્ટ સમજાવ્યાં છે. પછી અનુક્રમે ૧, ઇચ્છામિ પડિકમિઉં, ઇરિયા, વગેરે સુત્રનો અર્થ કહીને પગામ સઝાયને અર્થ વિસ્તારથી સમજાવ્યો છે. તેમાં અનુક્રમે અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચારનું સ્વરૂપ, અને ત્રણ ગુપ્તિના અને ત્રણ દંડના દષ્ટાંત, તથા ત્રણ ગારવના વર્ણનમાં મંગ્વાચાર્યનું દષ્ટાંત, તેમ જ જ્ઞાનાદિની પ્રત્યુનીકતા વગેરેનું વર્ણન કરી વિકથાનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. અહીં શ્રમણ સૂત્રના વિવરણમાં ચાર ધ્યાનનું સ્વરૂપ જણાવતાં ધાનશતકવર્ણવ્યું છે. તેમાં શરૂઆતમાં મંગલ અને પ્રતિજ્ઞાની બીના કહીને અનુક્રમે યોગીશ્વરનું સ્વરૂપ, તથા દયાનનું ને ચિત્તભાવના, અનુપ્રેક્ષા, ચિંતાનાં લક્ષણે તેમ જ સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે ધ્યાનની સ્થિતિ તેમ જ ચિતામાં અને ધ્યાનમાં તફાવત, અને ધ્યાન સંતાન (દયાન સંતતિ-ધ્યાનની ધારા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org