________________
૫૩૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પૂજીને યોગ્ય કાલે કાઉસ્સગ્ન કરવાનો તેમ જ પ્રતિક્રમણનો વિધિ જણાવીને “રડ્યો
દંત” સૂત્રનો અને શ્રુતસ્તવ (પુરવણવપરીવ) સૂત્રના તથા સિદ્ધસ્તવ (સિદ્ધાનં વુધ્ધાનં) સૂત્રને, તેમ જ શ્રી વર્ધમાન સ્વામીની ત્રણ બે (નડતુ વર્ધમાનાય)ને અર્થ સમજાવ્યા છે. પછી અનુક્રમે ૬ માસી તપ ચિંતવવાનો વિધિ અને ખામણાં કરવાના પ્રસંગે ગુરુ મહારાજ જે વચને કહે, તેની બીના તથા ક્ષામણું સૂત્રને અર્થ, તેમ જ પાક્ષિક ક્ષામણાના સૂત્રોના અથ વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવીને ચોમાસી પ્રતિકમણાદિમાં ક્ષેત્ર દેવતાના કાયોત્સર્ગાદિનું સ્વરૂપ અને દૈવસિકાદિ પ્રતિક્રમણોના કાયોસર્ગનું પ્રમાણ તથા કાઉસગ્ન કરવાનાં કારણે, તેમજ ઉછૂવાસનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર કાઉસગ્ન કરવાનો વિધિ, અને કાઉસ્સગ કરતાં તજવાના (નહિ લગાડવાના) ૧૯ દેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે શત્રુમાં ને મિત્રમાં સમતાભાવને ધારણ કરનાર અને ઉપસર્ગને સહન કરનાર ભવ્ય જીવ શુદ્ધ કાઉસ્સગ્ન કરી શકે છે. આ વાત સુભદ્રા સાવી વગેરેનાં દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવી છે. પછી કાઉસગ્ગના પ્રતાપે થતા કર્મનાશની બીના જણાવતાં કરવત અને તેનાથી લહેરાતા લાકડાનું દૃષ્ટાંત કહીને છેવટે કાયોત્સર્ગમાં ભાવવા લાયક ભાવનાનું વર્ણન કર્યું છે. અહીં કાયોત્સર્ગ અધ્યયનનો ટૂંક પરિચય પૂરો થયે,
૬. શ્રી પ્રત્યાખ્યાન અધ્યયનનો રંક પરિચય અહીં શરૂઆતમાં (૧) પ્રત્યાખ્યાન, (૨) પ્રત્યાખ્યાનને કરનાર છવ, (૩) જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તે પ્રત્યાખ્યય પદાર્થો. આ ત્રણેનું સ્વરૂપ જણાવીને (૧) પર્ષદ (૨) કહેવાનો વિધિ, (૩) અને ફળ સ્વરૂપ દ્વારેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી પ્રત્યાખ્યાન શબ્દના ૬ નિક્ષેપાનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે રાજપુત્રીનું દષ્ટાંત તથા મૂલ ગુણેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી અનુક્રમે શ્રાવકના ભેદો, અને અણુવતોના ભાંગા, તથા અતિચાર સહિત સમ્યકુવના આલાવાનું વર્ણન કરતાં કાર્તિક શેઠ વગેરેનાં દદાતિ કહ્યાં છે. અને અતિચારનું સ્વરૂપ જણાવતાં દુર્ગધિકા નારી વગેરેનાં દૃષ્ટાંત કહ્યાં છે. પછી શ્રાવકનાં બાર વ્રતોમાં અતિચાર સહિત પાંચ અણુવ્રતનું સ્વરૂપ કેકણ દેશને વાણિયે, પરિવ્રાજક, ગોષ્ઠી શ્રાવક, વગેરેનાં દૃષ્ટાંત આપીને સ્પષ્ટ સમજાવીને અનુક્રમે ત્રણ ગુણવ્રતોનું, અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. તેમાં દરેક વ્રતના અતિચારોની બીના અને કર્માદાનની બીના તથા અણુવ્રતાદિને કાલ, તેમ જ સમ્યકત્વના ભેદ અને શ્રાવકની ૧૧ પ્રતિમાનું તથા સલેખનાના અતિચારોનું વર્ણન પણ સ્પષ્ટ સમજાવ્યું છે. આ રીતે શ્રાવકના મૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org