________________
૫૬૮
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે પછી કહ્યુ` છે કે પરમેાપકારી શ્રી ગુરુ મહારાજની આશાતના કરનારા જીવા ઘણા કાલ સંસારમાં બહુ જ ભૂરી હાલતે રખડે છે, એમ સમજીને સાધુ-સાધ્વીઓએ જેમ શ્રી ગુરુ મહારાજની પ્રસન્નતા રહે, તે જ પ્રમાણે વર્તવુ જોઈ એ ને તે જ પ્રમાણે વિનયથી ખાસ જરૂરી ખેાલવુ જોઇ એ. તથા ભલેને શિષ્યને ઘાતી કર્મોના ક્ષય થતાં કેવલજ્ઞાન થયું હોય, તાપણ તેણે કૃતજ્ઞપણાની ભાવનાથી ગુરુના વિનય કરવા જ જોઈએ. જ્યારે ગુરુને ખબર પડે કે આ શિષ્યને કેવલજ્ઞાન પ્રકટ થયુ છે, ત્યારે ગુરુમહારાજ પાતે જ તેને વિનય કરવાના નિષેધ કરે. તેમજ સાધુ-સાધ્વીઓએ એક પણ ધાર્મિક પદ્યને ભણાવનાર શિક્ષકના ઉપકાર માનીને જરૂર તેના આદરસત્કાર કરવા જોઈએ. આ તમામ હકીકતા અહીં પહેલા ઉદ્દેશામાં વિસ્તારથી સમજાવી છે. પછી કહ્યું છે કે સાધુ-સાધ્વીઓએ મેાક્ષમા ને સમજાવીને તે માગ માં જોડનાર શ્રી ગુરુ મહારાજ વગેરે મહાપુરુષાની જરૂર ભક્તિ કરવી જોઈએ, નિમલ જ્ઞાન-શીલની આરાધના કરનાર શ્રી આચાર્ય ભગવંતાઢિ મહાપુરુષાને જે રીતે સાષ થાય, તે રીતે ધને પામવાની ઇચ્છાવાળા ભવ્ય જીવાએ વવું જોઈ એ, તેવા મહાપુરુષાની સાત્ત્વિકી ભક્તિ કરનારા પુણ્યવતા ભવ્ય વેાને આખા ગચ્છની ભક્તિ કરવાના લાભ મળે છે. આ રીતે વર્તનારા જીવા જરૂર સિદ્ધિપદને પામે છે. આ તમામ મીના વિસ્તારથી
સમજાવી છે.
શ્રી દશવૈકાલિકના નવમા અધ્યયના બીજા ઉદ્દેશાના ટ્રૅક પરિચય
અહી શરૂઆતમાં જણાવ્યુ` છે કે જેમ (ઝાડના) મૂલમાંથી થડ વગેરે થાય છે, તેમ શ્રી જિનધ`ની આરાધના કરવાથી આરાધક વિનયવંત આત્માઓ સમ્યકત્વ, શ્રુતજ્ઞાન, ચારિત્ર વગેરે ગુણાને સાધીને છેવટે સિદ્ધિપદને પામે છે; પણ અવિનીત થવા જ્ઞાનાદિને પામતા નથી. અને જેઆ શિષ્યનું એકાંતે હિત જ ચાહે છે, તેવા ગુરુ મહારાજ જ્યારે શિષ્યને હિતશિક્ષા આપે, ત્યારે વિનીત શિષ્યે ગુરુની ઉપર ક્રોધ ન કરવા જોઇએ કારણ કે ક્રોધ કરવાથી બહુ જ નુકસાન થાય છે. લગાર પણ હિત સાધી શકાતું નથી. યાદ રાખવું જોઈએ કે વિનયવંત સાધુ-સાધ્વીએ જ આ લેાકમાં પરમ શાંતિથી મેાક્ષમાને આરાધી સિદ્ધિપદને પામે છે, અને શ્રીઆચાર્ય વગેરે ગીતાર્થીની ભક્તિ કરનારા સાધુ વગેરે ગ્રહણશિક્ષાદિનું સંગીન જ્ઞાન મેળવીને તેની સાત્ત્વિકી આરાધના કરી શકે છે. ગૃહસ્થા પણ જ્યારે શિલ્પાદિને શિખવનાર ગુરુનાં કઠારવચનાદિન સહન કરે છે, ને તે શિક્ષકની ભક્તિ પણ કરે છે, તા જ્ઞાન ભણાવનાર ગુરુનાં કઠોરવચના શિષ્યાએ સહન કરવાં જોઈએ, ને તેમની ભક્તિ કરવી જોઇ એ, એમાં નવાઈ શી? તેમજ શિષ્યે ગુરુના આસનથી નીચા આસને બેસવુ" જોઈ એ, તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org