________________
૫૯૦
શ્રી વિજયપધસૂરીશ્વરકૃત દુષ્ટોતે અચેલક પરીષહનું સ્વરૂપ સમજાવતાં દિગંબરોના ધસી મુકિત-નિષેધ' (વસ્ત્રાદિના પરિગ્રહના કારણે સ્ત્રી મોક્ષે જાય નહીં આવા) મતનું વિસ્તારથી ખંડન કરીને સાબિત કર્યું છે કે મૂછ એ જ પરિગ્રહ છે. સાધુ-સાધીએ સંયમનો નિર્વાહ કરવા માટે મમતારહિતભાવે વસ્ત્રાદિ રાખે તે પરિગ્રહ કહેવાય જ નહિ. તેથી મોક્ષમાર્ગને આરાધીને સ્ત્રી-પુરુષ સિદ્ધિપદને જરૂર પામે છે. પછી અરતિ–પરિષહને સહન કરવાના ઉપાય જણાવતાં પુરોહિતનું દૃષ્ટાંત કહ્યું છે. સ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત આપીને સ્ત્રી-પરિષહનું સ્વરૂપ કહ્યું છે. દત્તમુનિના દૃષ્ટાંતે ચર્યાપરિષહનું સ્વરૂપ તેમજ કુરૂદત્તના દષ્ટાંતે નૈધિકી પરિવહનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. સોમદત્ત તથા સોમદેવના દષ્ટાંતે શાપરીષહનું
સ્વરૂપ, તથા અર્જુનમાલીના દૃષ્ટાંતે આક્રોશ પરિષહનું સ્વરૂપ, તેમજ સ્કંદસૂરિના શિષ્યોના દૃષ્ટાંતે વધપરિષહનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. બલદેવના દૃષ્ટાંતે વાચા (યાચના) પરિષહનું સ્વરૂપ, ઢઢણ મુનિના દષ્ટાને અલાભ પરિષહનું સ્વરૂપ, તેમજ કાલવેશિક મુનિના દષ્ટાંતે રેગ-પરિવહનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ભદ્રકુમારના દષ્ટાંતે વણસ્પર્શ પરિષહનું સ્વરૂપ, સુનંદ નામના શ્રાવકના દાતે મલપરિપહનું સ્વરૂપ તથા એક શ્રાવકના દષ્ટાંતે સત્કાર-પરિષહનું સ્વરૂપ, તેમજ કોલકાચાર્યના દષ્ટાંતે પ્રજ્ઞાપરિષહનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી માતષ મુનિ વગેરેના દાંતે અજ્ઞાન પરિષહનું સ્વરૂપ અને આષાઢાચાર્યના દષ્ટાંતે દશન-પરિષહનું સ્વરૂપ વગેરે હકીકત સ્પષ્ટ સમજાવી છે. અહીં નાના વિચારે જણાવતાં ગ્ય અવસરે (૧) એક સાથે કેટલા પરિષહ હોય? (૨) કયા કમના ઉદયથી કયા પરીષહ થાય, (૩) કયા ગુણસ્થાનકે કેટલા પરિષહ હોય? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે સમજાવ્યા છે.
૩. ઉત્તરાગ્ના ત્રીજા ચતુરંગીય અધ્યયનને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં એક (એકડા, એક સંખ્યા) શબ્દના ને ચાર સંખ્યાને જણાવનાર ચતુષ્ક શબ્દના તથા અંગ” શબ્દના નિક્ષેપાઓનું વર્ણન કરતાં થતાંગરૂપ ભાવાંગ તરીકે દ્વાદશાંગી અને નોમુતભાવાંગ તરીકે માનુષત્વ વગેરે ચાર પદાર્ગે જણાવ્યા છે. પછી શરીરને ને સંયમના પર્યાયવાચક શબ્દોની બીના કહી છે. પછી મનુષ્યત્વ વગેરે પર પદાર્થોની કમસર દુર્લભતા, તથા મનુષ્યભવની દુર્લભતાને જણાવનારાં ભેજન વગેરેનાં ૧૦ દષ્ટાંતો, તેમજ આલસ વગેરે તેર કાઠિયાનું વર્ણન વગેરે હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે અશ્રદ્ધાના મિથ્યાત્વાદિ કારણદિની બીના કહીને નિહંનાં નામ, (૧) જમાલિની બીના, (૨) આમાના છેલ્લા પ્રદેશને જીવ તરીકે માનનાર “તિષ્પગુપ્તની બીના, (૩) અવ્યક્તવાદી આષાઢશિની બીના, (૪) અમિત્રની બીના, (૫) આર્યસંગની બીના, (૬) તથા વડલૂક ઐરાશિકની બીના જણાવતા પરિવ્રાજકની વિદ્યાઓની ને દરેકને જીતનારી વિદ્યાઓની હકીકત કહી છે. (૭) પછી ગષામાહલની ને દિગંબર મતની બીના સ્પષ્ટ સમજાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org