________________
શ્રી જૈનપ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સંક્ષિપ્ત પરિચય ) પટેલ કહ્યું છે કે પ્રબલ પુણ્યોદયે (૧) મનુષ્યપણું મળે છે, કારણ કે લઘુકમી જેવો જ મનુધ્યપણે જન્મે છે. તેમાં પણ ધમી કુલાદિની કમસર દુર્લભતા હોય છે. જે જીવને ક્રમસર વધારે વધારે દુર્લભ એવા જ મનુષ્યાદિ ચારે પદાર્થો પ્રાપ્ત થયા છે, તે જીવ શ્રદ્ધાદિના પ્રતાપે કર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદને પામે છે. આ રીતે જે તમામ કર્મોને ખપાવવાની સામગ્રી નહિ મળવાથી કદાચ ચાલુ ભવમાં મોક્ષે ન જાય, તો પણ તેઓ ઉત્તમ દેવપણું તે જરૂર પામે છે. આ જીવો અહીં દેવતાઈ સુખ ભોગવીને ત્રીજા ભવે શ્રીજિનધર્મને આરાધવાની સંપૂર્ણ સામગ્રીવાળા ઉત્તમ કુલમાં જન્મ પામીને યોગ્ય ઉમરે મોક્ષમાર્ગને સાધીને સિદ્ધ થાય છે. આ તમામ બીનાઓ અહીં વિસ્તારથી સમજાવી છે. ૪. ઉત્તરાના ચોથા શ્રી અસંસ્કૃત નામનું અધ્યયનને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં પ્રમાદ શબ્દના ને અપ્રમાદ શબ્દના ચાર નિક્ષેપાની બીના અને તે બંનેના સ્વરૂપ, લક્ષણ, તથા ભેદ વગેરે જણાવીને કહ્યું છે કે આયુષ્ય ક્ષણભંગુર છે, જીવનદોરી તૂટયા પછી કોઈથી પણ સાંધી શકાતી નથી. ઘરડા માણસને તેના સગા પુત્રાદિમાંનું કોઈ પણ દુ:ખથી બચાવી શકતું નથી. મા હે જીવ! તારે પ્રમાદ ન કરવો જોઈએ. પછી અહીં જણાવેલા સંસ્કૃત શબ્દનું ને અસંસ્કૃત શબ્દનું સ્વરૂપ તથા કરણ શબ્દના નિક્ષેપાની બીના સમજાવતાં તિથિને અને કરણને જાણવાના ઉપાયો કહ્યા છે. પછી હિતશિક્ષાઓ ફરમાવી છે કે પાપકર્મો કરીને ધનને મેળવનાર જીવે છડામાં અંદરથી ને બહારથી ખેંચાતાં ચારની માફક અહીં તેમજ નરકગતિમાં ભજ દુ:ખને ભેગવે છે. કર્મોનાં ફલોને ભેગવવાના ધનને ભેગવનારા સમાં પુત્રાદિમાંના કેઈ પણ દુઃખનો ભાગ લેતા નથી. આ બીના ભરવાડણને છેતરનાર વાણિયાના દwતે સ્પષ્ટ સમજાવી છે. પુરોહિતના પુત્રનું દૃષ્ટાંત આપી સ્પષ્ટ સમજાવ્યું છે કે ધન
એ દુ:ખથી બચાવી શકતું નથી. પછી દ્રવ્યદીપ ને ભાવદીપ વગેરેનું સ્વરૂપ સમજાવતાં ધાતુવાદીનું દૃષ્ટાંત કહ્યું છે. જે પ્રતિબુદ્ધિજીવી હોય અને આશુપ્રજ્ઞ (શીઘબુદ્ધિ) હેય, તે ભારેડ પક્ષીની માફક પ્રમાદને સેવતા નથી. આ પ્રસંગે અગડદત્તનું દૃષ્ટાંત કહ્યું છે, તથા સ્ત્રી વગેરે મોહના સાધનને પાસ (માછલાને પકડવાની જાળ) જેવા માને છે ને તેવાં સાધનોથી ડરીને છેટા રહે છે, તથા સંયમ ધર્મને સાધવામાં સહાય કરે, ત્યાં સુધી દેહની અપેક્ષા રાખે, તેવા ગુણુ મુનિવરે જરૂર સિદ્ધિપદને પામે છે. આ હકીકત મંડક ચારના દષ્ટાંતે સમજાવી છે. જે જીવનની પળે પળે બહુ જ સાવચેત રહે, એક સમય પણ ધર્મસાધન કર્યા વિના નકામો જવા દે જ નહિ તે પ્રતિબુદ્ધજીવી મુનિ કહેવાય, ને જે સંયમ ધર્મની દરેક ક્રિયાને યથાર્થ સમજીને અપ્રમત્ત થઈને સાથે તે આશુપ્રજ્ઞ કહેવાય. જે મુનિ સ્વછંદી ન બને, પ્રમાદને સેવે નહિ, તે મેક્ષના સુખને પામે છે. અહીં ઘડાનું દૃષ્ટાંત જણાવ્યું છે. તથા જે મુનિ કામગનાં સાધનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org