________________
શ્રી જૈન પ્રવચનકિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ટૂંક પરિચય)
પદ રાખી યોગ્યતા જોઈને બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો, કારણ કે આ ખરેખર પવિત્ર ક્ષેત્ર છે. એ તમારે આરાધવા લાયક છે.
વિદ્યાથીઓઃ ઉત્તમ જાતિવંત અને વિદ્યાના ધારક બ્રાહ્મણે જ પવિત્ર ક્ષેત્ર ગણાય છે.
યક્ષાધિષ્ઠિત મુનિ: બ્રાહ્મણે જાતિહીન ને વિદ્યાવિહીન છે, તેઓ ક્રોધાદિ દોષોથી દૂષિત છે, તેથી બ્રાહ્મણે પાપનું જ ક્ષેત્ર છે અને નિર્દોષ ભિક્ષાચર્યાથી નિર્વાહ કરનારા મુનિઓ જ પુણ્યનું ક્ષેત્ર છે.
વિદ્યાથીએ: તમે અમારા ધર્મથી વિરુદ્ધ બેલનારા શત્રુ છે, માટે તમને અન્નપાણી નહિ આપીએ.
યક્ષાધિષિત મુનિ: તમે જો સમિતિ વગેરે ગુણવંતને દાન નહિ આપે, તે તમને યજ્ઞને લાભ કયી રીતે મળશે? અર્થાત નહિ મળે.
આ વચન સાંભળી ક્રોધે ભરાયેલા અધ્યાપકે વિદ્યાર્થીઓને હુકમ કર્યો કે આ મુનિને લાકડી વગેરેથી મારે. તેથી વિદ્યાથીએ મુનિને તાડના-તજના કરવા લાગ્યા. આ વખતે ભદ્રાકુમારીએ મુનિને મારતા એવા વિદ્યાર્થીઓને શાંત કરી મુનિની
સ્તવના કરી અને તેમને (વિઘાથીઓને) પકે આપ. ત્યાર બાદ કુમારીએ સૌને કહ્યું કે તમારે સુખી થવું હોય તે આ મુનિના શરણે જઈને તમે કરેલા અપરાધને ખમાવો. બધાએ તે પ્રમાણે કર્યું. તે વખતે મુનિએ સ્પષ્ટ જણાવ્યું કે આ બધું યક્ષે કર્યું છે. તે સાંભળી બ્રાહ્મણેએ મુનિને ભાવપૂર્વક વહોરાવ્યું. તે સમયે પાંચ દિવ્ય પ્રકટ થયાં. આ પ્રસંગે મુનિએ સાચા યજ્ઞાતિનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તપ એ જ અગ્નિ છે, આત્મા એ જ અગ્નિનું સ્થાન જાણવું, મન-વચન-કાયાના ગરૂપ કડછી છે. તેમજ અગ્નિને ઉત્તેજિત કરનાર શરીર છે, અને કર્મરૂપી લાકડાં તથા સંયમરૂપી શાંતિમંત્ર સમજવો, હું પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞને કરું છું. તેમજ શ્રી જિનધર્મ એ જ ખરે હદ (કુંડ) છે. નિર્મલ બ્રહ્મચર્ય એ જ પુણ્યતીર્થ છે. હું પરમ ઉલ્લાસથી શ્રમણ ધર્મરૂપી કુંડમાં સ્નાન કરીને કર્મરૂપી મેલને દૂર કરું છું. આ તમામ હકીકતો અહીં સ્પષ્ટ સમજાવી છે. ૧૩. ઉત્તરાના તેરમા ચિત્રસંભતીય નામના અધ્યયનને રંક પરિચય
અહીં શરૂઆતમાં ચિત્ર શબ્દના ને સંભૂત (સંભૂતિ) શબ્દના ૪-૪ નિક્ષેપા વગેરેની બીના, ચિત્રના ને સંભૂતના પૂર્વ ભવાની હકીકત, તથા નિયાણું કરનાર સંભૂત મુનિ દેવતાઈ સુખ ભોગવીને બ્રહ્મદત્ત નામે રાજકુંવર થયા, ઈત્યાદિ બીના વિસ્તારથી કહી છે. પછી જણાવ્યું છે કે ચિત્ર મુનિનો જીવ દેવલોકમાંથી યુવીને પુરિમતાલ નગરમાં ધનપતિ નામના શેઠના ઘેર જન્મ પામે છે. અહીં પુણ્યના પ્રભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org