________________
૬oo
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત સારી રીતે સુખમાં દિવસ પસાર થાય છે. એક વખતે તેણે કે ઈ મુનિએ કહેલી ગાથાને સાંભળી પ્રકટ થયેલા જાતિ સ્મરણના પ્રતાપે પૂર્વ ભવોની બીને જાણી લીધી. તેથી તેને વૈરાગ્ય થતાં દીક્ષા લેવાની ઇચ્છા થઈ. પૂર્ણ ઉલાસથી તેણે સ્ત્રી આદિનો ત્યાગ કરી શ્રમણ ધર્મને સ્વીકાર્યો.
પૂર્વના સંભૂતિ મુનિને જીવ હાલ કાંપિલ્યપુરમાં બ્રહ્મદત્ત ચકી થયો છે, તે બ્રહ્મદત્ત ચક્રવતી બગીચામાં ફરતાં ફરતાં એક ફૂલના દડાને જોઈને જાતિસ્મરણજ્ઞાનને પામ્યા, તેથી તેને પાછલા ભોની બીના જાણતાં પોતાના ભાઈને મળવાની તીવ્ર ઈચ્છા થઈ. તેથી તેણે પાછલા ભવના ભાઈને શોધવા માટે “આથી રાણા મII દંણા ચાંદારા મક જ્ઞા”. આ અનુષ્યપ શ્લેક બનાવી બધા સ્થલેમાં પટહ વગડાવીને જણાવ્યું કે “જે આ લેકને પૂરો કરશે, તેને અધું રાજ્ય મળશે, 27 આ વાત તમામ દેશોમાં પસરી ગઈ. ચિત્ર મુનિને જીવ, જે હાલ સાધુ છે, તે ફરતા ફરતા જ્યારે અહીં બગીચામાં પધાર્યા. ત્યારે માળીના મઢેથી આ શ્લોકની બીના જાણી છેલ્લા બે પાદ
સુમા યા કાર્ડ, ગણom વિના” આ રીતે બનાવી શ્લોક પૂર્ણ કર્યો. માળી પાસેથી આ વાત જાણીને બ્રહ્મદ માળી મારફત મુનિને બોલાવ્યા. ભાઈને જતાં જ ચકી બેલ્યા કે હું આવી ચક્રીપણાની સાહિબી જોગવું છું, ને તમે સાધુપણામાં આવું દુ:ખ કેમ ભેગો છો ? આ પ્રશ્નના જવાબમાં મુનિરાજે પિતાની તમામ બીના જણાવીને સચોટ સમજાવ્યું કે ખરું સુખ ત્યાગમાં જ (સંયમધર્મની સાત્ત્વિકી આરાધના કરવામાં જ ) છે, પણ ભાગમાં ખરું સુખ છે જ નહીં, વગેરે ઉપદેશ દેતાં એ પણ જણાવ્યું કે આપણે બંને પાંચ ભમાં અનુક્રમે ૧, દાસ, ૨. હરણ, ૩. હંસ ૪. ચાંડલ ને ૫. દેવ થઈને છઠ્ઠા ભવમાં તેં નિયાણું કર્યું, તેથી તું ચક્રી થયા ને હું નગરશેઠને દીકરે થયો. તે હું હાલ સંયમ ધર્મને પરમ ઉલાસથી આરાધું છું. આ રીતે આપણા બંનેનો વિરહ થવામાં તારું નિયાણું કારણ થયું હતું. તે સાંભળી બ્રહ્મદત્ત ચક્રીએ કહ્યું કે હું પાછલા ભવે કરેલા શુભકર્મોનાં ફલરૂપે ચકીપણાની સાહિબી પામ્યો છું. પણ તારી આવી હાલત કેમ થઈ? આ પ્રશ્નનો જવાબ રતાં મુનિએ કહ્યું કે હું પણ પુણ્યકર્મોનાં ફલરૂપે અખૂટ ઋદ્ધિવાળા શેઠને પુત્ર હતા, તે વખતે મારે દેહની કાંતિ વગેરે પણ સુંદર હતી; પણ હાલ જે દેહની કાંતિ ઝાંખી દેખાય છે, તેમાં તપશ્ચર્યાદિ કારણ છે, એમ જાણજે. દેહની સુંદર કાંતિ વગેરેને જોવાં, એ તો મોહના ચાળા છે. ખરું તપાસવાનું તો આત્મિક ગુણનું તેજ છે. તમે મહારાજાના દાસ બન્યા છો, તેથી તમને મારી ત્યાગધર્મની પરિસ્થિતિ ગમતી નથી, પણ સત્ય બીના એ જ છે કે ત્યાગધર્મના પ્રભાવે મારા આત્મિક ગુણ સતેજ બનવાથી આજે હું જેવો નિજ ગુણ રમણતાને આનંદ, શાંતિ કે સુખ ભવું છું, તેવા આનંદ સુખ અને શાંતિ તમારા જેવાને હોય જ કયાંથી? અરે મારા સુખાદિથી અનંતમા ભાગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org