________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય )
૫૩
સ્વરૂપ જણાવીને કહ્યું છે કે અજ્ઞાન એ દુ:ખનું કારણ છે, તેથી અજ્ઞાની જીવા સસારમાં છેદાય છે, ભેદાય છે. આ પ્રસગે ગાધકનું દૃષ્ટાંત જણાવ્યું છે, મુનિ સત્યને ચાહે, ને મૈત્રીભાવના ભાવે. તેમજ માતા-સ્ત્રી વગેરે દુર્ગાતિના દુ:ખથી બચાવી શકતા નથી, માટે તેમની ઉપર સ્નેહ કરવા નહી. આ તમામ હકીકતા વિસ્તારથી કહી છે. પછી કહ્યું છે કે સર્વ જીવોને જીવવુ ગમે છે, માટે મુનિએ તેમને હણવા નહીં, ધન વગેરે પિરણામે નરકના કારણ છે, માટે તેની ઉપર માહ કરવા નહી', મુનિ બીજાએ વહે - રાવેલ આહારપાણી વાપરે. જ્ઞાન વાદીએ ખેલવામાં હુશિયાર હોય છે, પણ તે પ્રમાણે કરવામાં ( જેવું બેલે, તેવું પાળવામાં) કાથર્ હેાય છે. આ બધી બીનાઆ વિસ્તારથી સમજાવી છે, પછી હિતશિક્ષા આપી છે કે પાપી જીવાને જાણેલી ભાષા કે વિદ્યા દુર્ગાતનાં દુ:ખાથી બચાવી શકતા નથી. અને શરીર, ધન, શ્રી આદિમાં જે આસક્તિ તે જ દુ:ખનું ખરું કારણ છે.
મન સંસારી જીવાની વિડંબનાઆને વિચારીને અપ્રમત્ત બને, તેમજ મુનિઓ શરીરને મેાક્ષની સાધનામાં મદદગાર જાણીને તેને (શરીરને) આહારાદિથી ટકાવે છે. આ તમામ મીનાએને વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર જણાવ્યું છે કે મુનિએ ક ખ‘ધનાં કારાથી દૂર રહીને નિર્દોષ આહારપાણી વાપરવા જોઇએ, લેપવાળા પદાર્થોના તથા નિધિના ત્યાગ કરવા જોઇએ, તથા ફરતાફરતા ગૃહસ્થના ઘેરથી આહારપાણી લેવા જોઇએ. આ રીતે પ્રભુ શ્રીમહાવીરદેવે ફરમાવ્યુ છે,
૭. ઉત્તરાના સાતમા ‘ઔરશ્રિક ’ નામના અધ્યયનના ટ્રૅક પરિચય
અહીં શરૂઆતમાં ઉર્જા શબ્દના નિક્ષેપાની મીના કહેતાં ધેટાનું દૃષ્ટાંત વગેરે પાંચ દૃષ્ટાંતાની સૂચના કરી છે, પછી ધેટાનું દૃષ્ટાંત જણાવીને શિખામણ આપી છે કે ઘેટાંના વધની માફ્ક સમૃદ્ધિને સેવનારા અધમી થવા નર્કને ચાહે છે એમ સમજવું, પછી અનુક્રમે કહ્યુ` છે કે હિંસાદિ નરકનાં કારણેા છે. ધન વગેરે કર્માંબધનાં કારણેા છે. આ હકીકતાને સ્પષ્ટ સમજાવી છે. પછી બાકીનાં દૃષ્ટાંતા કહીને તે દરેક દૃષ્ટાંતને ઘટાવતાં મનુષ્યરૂપે તે દૈવરૂપે જન્મ લેનારા વાતું સ્વરૂપ કહ્યું છે. પછી હિતશિક્ષારૂપે જણાવ્યું છે કે સમજુ મનુષ્યાએ પાતાનું આયુષ્ય થાડુ' જ છે એમ લક્ષ્યમાં રાખીને, નવા જ્ઞાનાદિને મેળવવારૂપ યાગનુ અને મેળવેલા જ્ઞાનાદિને સાચવવારૂપ ક્ષેમનું સ્વરૂપ જરૂર સમજવું જોઇએ. જેએ કામનાં સાધનાને તજતા નથી, તેઓ માક્ષમાગ થી જરૂર ખસી જાય છે, તથા કામભોગને તજનારા જીવે ઉત્તમ દેવપણાની સ્મૃદ્ધિને ભાગવીને વિશિષ્ટ ઋદ્ધિ તથા કાંતિવાળું મનુષ્યપણું પામે છે. આ બધી બીનાએ સ્પષ્ટ કહીને અંતે માલ જીવાનુ' ને ધીરવાનુ સ્વરૂપ, તુલના અને ગતિ વગેરેનું વન વિસ્તારથી કર્યું
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org