________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૮૧ હરિકેશ (હરિકેશ બલ) મુનિનું ચરિત્ર કહ્યું છે, તેથી તેમના જ નામે અધ્યયન એળખાય છે. જાતિમદના કડવાં ફલે, તપસ્વીનો ત્યાગ, તપશ્ચર્યાનો પ્રભાવ, અને તેની શુદ્ધ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૫. (૧૩) તેરમા ચિત્રસંભૂતીય નામના અધ્યયનમાં ચિત્ર અને સંભૂતિ નામના બે ભાઈનું વર્ણન કર્યું છે, તેથી તે બંનેના નામથી જ આ અધ્યયન ઓળખાય છે. પોતાના ભાઈ ચિત્ર મુનિએ સંભૂતિ (બ્રહ્મદત્ત ચક્રવર્તિના જીવ)ને નિયાણું ન કરવા માટે ઘણું સમજાવ્યો, છતાં સમજ નહીં, ને તે નિયાણું કરીને મૃત્યુ પામી બ્રહ્મદત્ત ચકી થયો. ચિત્ર મુનિ ચારિત્ર પાળીને દેવ થયા. આ રીતે તે બંનેના પૂર્વ ભવની બીના જણાવતાં સંસ્કારની થીયરી, પૂર્વભવના સ્નેહને પ્રભાવ, તથા સાચી ત્યાગદશા, તેમજ બંને ભાઈઓનું મળવું, ત્યાં ચિત્ર મુનિએ આપેલી હિતશિક્ષા વગેરે મુદ્દાઓનો જે વિસ્તારથી હેવાલ, તે જ આ અધ્યયનને સાર જાણવો. (૧૪) ઈષકારીય નામના ચૌદમા અધ્યયનમાં ઇષકાનપુરના રાજા ઈષકાર વગેરે ૬ જીવોની દીક્ષા વગેરેનું વર્ણન કર્યું છે, તેથી પુર (નગર)ના નામે કે રાજાના નામે આ અધ્યયન ઓળખાય છે. ધર્મારાધનના ફલ રૂપે સાંસારિક પદાર્થોની જે ઇચ્છા કરવી, તે નિયાણું કહેવાય, તેનાં કડવાં ફલે બ્રહ્મદત્તને ભેગવવાં પડયાં, એ તેરમા અધ્યયનમાં કહ્યું. અહીં નિયાણ ત્યાગ કરવાથી થતા લાભનું વર્ણન કરતાં એક જ દેવ વિમાનમાં રહેલા ૬ છ દેવાયુષ્ય પૂરું કરીને ઇષકારપુરમાં જન્મે છે. (૧) ઈષકારપુરનો ઇષકાર રાજા, (૨) તેની રાણી, (૩) પુરોહિત, (૪) તેની પત્ની, (પ-૬) તેના બે પુત્રો, આ રીતે ૬ જીવોના પૂર્વભવની બીના, તેમનું ઇષકારપુરમાં ફરી મળવું, તે સમયે પૂર્વના સંસ્કારની ફુરણા, સાચા વૈરાગ્યના વર્ણનમાં “આમા દ્રવ્યાસ્તિકનયે નિત્ય છે. આની સાબિતી, અંતે તે ૬ છની દીક્ષા અને મુક્તિની બીના વિસ્તારથી કહી છે, આ જ આ અધ્યયનને સાર છે, એમ સમજવું. ૧૯૬. (૧૫) પંદરમાં સભિક્ષુ નામના અધ્યયનમાં આદર્શ સાધુના ગુણે વગેરે બીના વિસ્તારથી કહી છે, તે સાધુજીવનને સમજવામાં બહુજ મદદગાર છે.
(૧૬) સેલમાં સમાધિસ્થાન નામના અધ્યયનમાં સમાધિનાં એટલે બ્રહ્મચર્યના દશ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કર્યું છે, તેથી આ અધ્યયન સમાધિસ્થાન કહેવાય છે. અહીં બ્રહ્મચર્યની નવ વાડનું વર્ણન શીલભાવનાને પોષનારું છે. મન વચન કાયાથી શીલ પાળવાનાં સાધને, તેનું કુલ વગેરેનું જે વિસ્તારથી વર્ણન તે જ આનો સાર સમજે. (૧૭) સત્તરમા “પાપશ્રમણીય નામના અધ્યયનમાં શ્રમણ ધર્મની અવિચ્છિન્ન મર્યાદાથી સ્વચ્છંદી બનીને વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તે પાપભ્રમણ કહેવાય. તેની બીના અહીં કહી છે, તેથી તે જ નામે અધ્યયન ઓળખાય છે. ૧. પાપશ્રમણનું સ્વરૂપ, ૨. સંયમજીવનથી પાડનારા દોષોની બીના, ૩. તે દોષોને દૂર કરવાના ઉપાયો, આ ત્રણ મુદ્દાઓનું જે વિસ્તારથી વર્ણન તે જ આનો સાર સમજવો. (૧૮) અઢારમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org