________________
૧૫૦
શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત
( પઙૂનિકાય ) નામના અધ્યયનના ઉદ્ઘાર કર્યાં. આ ચાથા અધ્યયનનું બીજુ નામ ધ પ્રજ્ઞપ્તિ ?” જણાવ્યું છે, જેમાં હું જીનિકાયની રક્ષા વગેરે શ્રમણ ધર્માંની ભીના કહી છે, તે ધમ પ્રપ્તિ કહેવાય. તથા આઠમા ક`પ્રવાદ નામના પૂર્ણાંમાંથી પાંચમા શ્રીપિંડૈષણા નામના અધ્યયનના ઉદ્ધાર કર્યાં, તેમજ છઠ્ઠા સત્યપ્રવાદ નામના પૂર્વમાંથી સાતમા શ્રીવાકયશુદ્ધિ નામના અધ્યયનના ઉદ્ધાર કર્યાં. અને નવમા શ્રીપ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વની ત્રીજી વસ્તુમાંથી બાકીનાં ( ૧-૨-૩-૬-૮-૮–૧૦ મા) સાત અધ્યયનાના ઉદ્ધાર કર્યાં. આ સાત અધ્યયનામાં જુદી જુદી જાતના, તત્ત્વભૂત, સાધુના આચાર વગેરે પદાર્થાનું વર્ણન કર્યું છે. ૧૮૦–૧૮૧-૧૮૨. આ શ્રી દશવૈકાલિક સૂત્રના (૧) પહેલા કુમપુષ્પિકા નામના અધ્યયનમાં ઝાડના ફૂલનું અને ભમરાનું દૃષ્ટાંત આપીને આદર્શ સાધુના ધર્માધાર દેહને ટકાવવાના સાધનભૂત ગાચરીના યથાર્થ વિધિ જણાવવાપૂર્વક આદેશ સાધુનું સ્વરૂપ પાંચ ગાથામાં વર્ણવ્યું છે. તેમાં શરૂઆતમાં જિનધર્મનુ ને ધર્માંના સાત્ત્વિક સાધક આત્માનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ધમ એ ઉત્કૃષ્ટ (ભાવ) મંગલ છે, જેનું મન હંમેશાં આ શ્રી જિનધમની આરાધના કરવામાં લીન હોય છે, તેને ધ્રુવે પણ તમસ્કાર કરે છે. અહીં સાધુ-સાધ્વીઓને ભમરાની જેવા કહ્યા છે અને ગાચરીને (ભિક્ષાને) ફૂલના રસ જેવી કહી છે. જેમ ભમરો ફૂલને ( ફૂલના જીવને ) લગાર પણ કિલામણા ન થાય, તે રીતે ફૂલના રસ ચૂસીને પેાતાને નિર્વાહ કરે છે, તેમ સાધુ-સાધ્વી ફૂલ જેવા ગૃહસ્થના ઘેરથી ગૃહસ્થનું મન લગાર પણ દુખાય નહિ, તે રીતે ( ફૂલના રસ જેવી) નિર્દોષ ગોચરીને (આહાર પાણીને) ગ્રહણ કરે. આ રીતે ભિક્ષાની મર્યાદાને સાચવનારા જે સાધુ-સાધ્વીએ પક્ષીની જેમ ક્ષેત્રાદિના રાગને દૂર કરીને પૃથ્વીતલ પર વિહાર કરી ઘણા જીવાને ધર્મીની દેશના દઈને મેાક્ષમાર્ગ ના સાધક મનાવી સ્વપરતારક અને, તેઓ ખરા સાધુએ અને ખરી સાધ્વીઓ કહેવાય છે. નિયુક્તિ વગેરેમાં આ શ્રીના વિસ્તારથી સમજાવી છે. તેથી સાધુ જીવનનું ખરૂં રહસ્ય સમજાય છે, તેને સમજનારા અને વિચારનારા મુનિએ અને સાધ્વીએ યથા સાધ'ને આરાધીને ભવસમુદ્રના પાર પામે છે. (૨) શ્રામણ્યપૂર્ણાંક અધ્યયનમાં ખરા ત્યાગધઈનું ને ખરા ત્યાગીનું સ્વરૂપ જણાવતાં હિતશિક્ષા આપી છે કે હે મુનિ ! તમે ભેાગતૃષ્ણાના ત્યાગ કરીને મનને નિ`લ ચારિત્રની આરાધનામાં જોડજો, અને સારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શીમાં રાગ કશા નહીં, તથા ખરામ સંકાના ત્યાગ કરો. તેમજ જે પેાતાના સ્વાધીન વજ્રાદિના ત્યાગ કરી નિર્માલ્હી બને, તે મેાક્ષમાને આરાધે, તેઓ જ ખરા ત્યાગી કહેવાય. વળી ખરાબ નિમિત્તથી દૂર રહેજો અને રાગદ્વેષના ત્યાગ કરીને પરમ શાંતિમય જીવન ગુજારો તથા ત્યાગ કરેલા ભેાગાની ઇચ્છા કરશેા જ નહીં. આ બાબતમાં મગધન કુલના સર્પનું દૃષ્ટાંત અને રાજીમતી સાધ્વીજીએ શ્રી નેમિનાથ પ્રભુના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org