________________
૫૨૮
શ્રીવિજયપઘસૂરીશ્વરકુ આ પદનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી કહી છે. પછી દ્રવ્ય પ્રતિક્રમણનું વરૂપ જણાવતાં ક્ષુલ્લક (નાના) શિષ્યનું, અને ભાવ પ્રતિક્રમણનું સ્વરૂપ જણાવતાં મૃગાવતી સાવીજીનું દૃષ્ટાંત કહ્યું છે. પછી દ્રવ્ય નિંદાના વર્ણનમાં ચિતારની દીકરીનું દૃષ્ટાંત આપીને દ્રવ્ય ગહના વર્ણનમાં બ્રાહ્મણનું અને દ્રવ્ય વ્યુત્સર્ગ (દ્રવ્ય કાયોત્સર્ગ)ના વર્ણનમાં શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત કહીને અનુગામનું વર્ણન પૂરું કર્યું છે. છેવટે જ્ઞાનનયનું, ને ક્રિયાનનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે જે જ્ઞાન ક્રિયાને સાધક હોય, તે જ સાધુ કહેવાય. આ રીતે સામાયિક સૂત્રની વ્યાખ્યા પૂરી થઈ,
શ્રી ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્ર)ને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં “ચતુર્વિશતિ શબ્દના અને સ્તવ' શબ્દના નિક્ષેપ જણાવીને કહ્યું છે કે પુષ્પાદિથી જે પ્રભુની પૂજા કરીએ, તે દ્રવ્યસ્તવ કહેવાય. અને દ્રવ્યપૂજા કર્યા પછી પ્રભુના ગુણેની જે સ્તવના કરીએ, તે ભાવસ્તવ કહેવાય. નિરારંભી સાધુઓને ભાવતવથી કમેનિજર વગેરે ઘણાં લાભ થાય છે, તેથી તેઓ દ્રવ્યસ્તવ ( ફૂલ વગેરેથી પૂજા) કરતા નથી. તથા શ્રાવકેએ દ્રવ્યસ્તવની સાધના કરવી જ જોઈએ. કારણ કે તે તેમની સંસારની રખડપટ્ટી ટાળે છે. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને લોક શબ્દના ૮ નિક્ષેપા અને લેક શબ્દના એકાર્થિક શબ્દો (પર્યાયવાચક) શબ્દો જણાવ્યા છે. પછી અનુક્રમે કહ્યું છે કે અગ્નિ વગેરે પદાર્થોનો જે પ્રકાશ તે દ્રવ્યઉદ્યોત કહેવાય, અને જે મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન તે ભાવઉદ્યોત કહેવાય. શ્રીજિનેશ્વરો આવા ભાવઉદ્યોતના કરનારા છે. તથા જે મૃતધર્મ અને ચારિત્રધર્મ એ ભાવધર્મ કહેવાય. આ બધી બીના વિસ્તારથી સમજાવીને અનુક્રમે તીર્થ શબ્દના અને કર શબ્દના નિક્ષેપાનું વર્ણન અને જિનનું તથા અહંન શબ્દનું તેમજ કેવલી સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. પછી ચાલુ ચોવીશીના વીશે તીર્થકરોની સ્તુતિ કરીને તે દરેક તીર્થકરના નામનાં સામાન્ય કારણે અને વિશેષ કારણે વર્ણવ્યાં છે. પછી અનુક્રમે જિનેશ્વરના પ્રસાદ, આરોગ્ય, બાધિ અને સમાધિ (આ ચાર પદાર્થો)ની પ્રાર્થના (માંગણી) કરીને નતિ શબ્દના ને કીર્તિ શબ્દના પર્યાયવાચક શબ્દ, અને ઉત્તમ શબ્દની વ્યાખ્યા (જેઓ મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રતરૂપ અંધકાર રહિત હોય, તે તીર્થકર ઉત્તમ કહેવાય) તથા પ્રાર્થનાનું અનિદાનપણું વગેરે બીના જણાવીને કહ્યું છે કે તીર્થકરે તો દયાની લાગણીથી આરોગ્યાદિ લાભને કરનાર ધર્મોપદેશ આપે છે. તે પ્રમાણે વર્તનારા ભક્તિશાલી ભવ્ય છે ભક્તિના પ્રતાપે થયેલાં કર્મોના ક્ષયથી આરોગ્યાદિને પામે છે. આવી ખરી પરિસ્થિતિ (હકીકત) છે. છતાં “હે પ્રભો ! મને આપ આગ્ય વગેરે આપે.” આમ જે ભક્તજન કહે છે, તે ભક્તિના ઉદગાર, વ્યાવહારિક ભાષા તરીકે સમજવા. અને શ્રી તીર્થકરની ભક્તિને નહિ કરનારા જીવોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org