________________
૩૦ર
શ્રી વિજયપદ્રસૂરીશ્વરકૃત માંસ ખાવાને ઉપદેશ દેવાથી ઘણાં ચીકણાં કર્મો બંધાય છે. ને દુર્ગતિમાં અનિચ્છાએ પણ જવું જ પડે છે. એમ સમજીને હે જીવ! તે બંનેને ત્યાગ કરી ધર્મારાધન કરી સંસાર સમુદ્રનો પાર પામજે.
૮. આઠમા સૌયદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે સૌર્યપુરના સૌર્યાવર્તાસક નામના બગીચામાં સૌય નામના યક્ષનું મંદિર હતું. આ સર્યપુરને સૌર્ય દત્ત નામે રાજા હતો. અને અહીં સમુદ્ર નામના સાર્થવાહને સૌર્યદત્ત નામે પુત્ર હતો. એક વખત અહીં પ્રભુ શ્રી મહાવીર દેવ પધાર્યા. પ્રભુએ તે સૌયદત્તના પૂર્વ ભવની બીના જણાવતાં કહ્યું કે તે નંદિપુરના મિત્ર નામના રાજાને શ્રીયક નામનો રો હતો. તે માંસા હારાદિના પાપે છઠ્ઠી નરકના દુઃખ ભોગવી અહીં સૌર્યદત્તપણે જ . કાલક્રમે તે મોટો થયો ત્યારે યમુના નદીના હદને ગાળવા વગેરેનો ધંધો કરતો હતો. એક વખત તે માછલાનું માંસ ખાતે હતો ત્યારે તેના ગળામાં માસ્યકંટક (કાંટા જેવું અણીદાર હાડકું) ઍટી ગયું. તેની તીવ્ર વેદના ભેગવી તે પહેલી નકે ગયો. વગેરે બીના જણાવી છે. આમાંથી બોધ એ લેવો કે માંસને આહાર દુર્ગતિનું કારણ છે. એમ સમજીને હે જીવ! તું સાત્ત્વિક આહાર કરજે, ને ધર્મારાધન કરી આત્મ કલ્યાણ કરજે.
૯ નવમા દેવદત્તા નામના અધ્યયનમાં કહ્યું છે કે રોહિડ નામના નગરના વૈશ્રમણદત્ત નામના રાજાની શ્રી રાણીને પુષ્યનંદી કુમાર નામે પુત્ર હતા. આ નગરની બહાર પૃથ્વી અવહંસક નામના બગીચામાં ધરણ યક્ષનું મંદિર હતું. આ હિડનગરમાં દત્ત નામના ગાથાપતિની કૃષ્ણશ્રી નામની સ્ત્રીને દેવદત્તા નામે પુત્રી હતી. અહીં શ્રીમહાવીરદેવ પધાર્યા વગેરે બીના જણાવ્યા બાદ દેવદત્તાનો પૂર્વ ભવ જણાવતાં પ્રભુદેવે કહ્યું કે સપ્રતિહાય નામના નગરના મહાસેન રાજાની ધારિણી રાણીને સિંહસેન કુમાર નામનો પુત્ર હતો. તેને શ્યામારાણી વગેરે પo૦ રાણીઓ હતી. તેમાં સિંહસેન કુમારને શ્યામા રાણી સિવાય બાકીની રાણીઓની ઉપર અરુચિ હતી. તેથી ૪૯૯ રાણીઓની માતાઓ સિમેનની ઉપર દ્વેષ રાખતી હતી. તે વાત શ્યામા રાણીએ પોતાના સ્વામી સિહસેનને કહી દીધી. તેથી તેણે તે ૪૯૯ સાસુઓને કુટાગારમાં રાખી રાતે લાહ્ય સળગાવી મારી નાંખી. આવા હિંસાદિના પાપે સિંહસેન મરીને છઠ્ઠી નરકનાં દુ:ખ ભોગવી અહીં દેવદત્તાપણે જન્મે. તેના લગ્ન (ઉપર જણાવેલા) પુષ્યનંદી કુમારની સાથે થયા. તે પોતાની માતાની ભક્તિ બહુ કરતો હતો. તે દ્વેષથી દેવદત્તાએ શ્રીરાણી સાસને મારી નાંખી તે વાત જાણી પુષ્યનંદીએ દેવદત્તાને મરાવી નાંખી, તે મરીને પહેલી નરકે ગઈ વગરે બીના જણાવી છે. હે જીવ! હિંસા અને વિષયાસક્તિના બરા લો જાણીને તે બંનેને ત્યાગ કરી શ્રીજિનધર્મની સાત્તિવકી આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખને પામજે. આ રીતે આમાંથી હિતશિક્ષા ગ્રહણ કરવા લાયક છે.
9. શામા અંજૂ નામના અધ્યયનમાં વધમાન નામના નગરમાં વિજયમિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org