________________
શ્રી જેને પ્રવચન કિરણાલી (૧ર. શ્રી દષ્ટિવાદ સૂત્રને પરિચય)
૩૧૮ ૩૭ લાખ, ૧૦ હજાર જાણવી. પહેલા આચારાંગના પદોની સંખ્યાને અનુક્રમે બમણી બમણી કરતાં આ રીતે પદનું પ્રમાણ કહ્યું છે. આથી અંગ સૂત્રોની પૂર્વ કાલે કેટલી વિશાલતા હતી તેને ઉત્તર જરૂર મળે છે. કાલદંષથી હાલ તે (વિશાલતા ) ને નાશ થયો છે, એમ વર્તમાન ૧૧ અંગેના કદ ઉપરથી નિર્ણય થઈ શકે છે. અહીં બારે અંગોમાં દરેક અંગના સંક્ષિપ્ત પરિચય પૂરો કરીને હવે સંપૂર્ણ દ્વાદશાંગીની બીના અને તેની આરાધનાનું તથા વિરાધનાનું ફલ ટૂંકમાં જણાવું છું.
દ્વાદશાંગીને સંક્ષિપ્ત પરિચય આ દ્વાદશાંગી ગણિપિટકમાં અનંતા જીવ-અછવ વગેરે પદાર્થો અને અનંતા અભાવે કહ્યા છે. એટલે તમામ પદાર્થો પોતાના ધર્મ કરીને “સત્ છે, અને પરધમે કરીને “અસત્ છે. જેમ ઘટપદાર્થ ઘટવધર્મે કરીને સત કહેવાય. અને પટવાદિ ધર્મ કરીને “અસત કહેવાય. આ રીતે ભાવ અને અભાવોનું વર્ણન કર્યું છે. તથા અનંતા હેતુઓ અને અહેતુઓ, અનંતા કારણે અને અકારણે, અનંતા ભવસિદ્ધિ અને અનંતા અભાવસિદ્ધિક વગેરે પદાર્થો વર્ણવ્યા છે. અહીં સમજવાનું એ છે કે જે સાધ્યને સિદ્ધ કરે તે હેતુ કહેવાય. જેમ પર્વતમાં અગ્નિને સાબિત કરાવનાર ધૂમાડે છે પણ જલ વગેરે નથી, માટે અગ્નિને સિદ્ધ કરવામાં ધૂમ હેતુ કહેવાય, ને તે સિવાયના પાણી વગેરે અહેતુ કહેવાય. આ રીતે દરેક અનુમાનાદિમાં પણ સમજી લેવું. એ જ પ્રમાણે કારણ અકારણના સ્વરૂપમાં પણ સમજવું કે માટીને પિંડ વગેરે ઘટનાં કારણ કહેવાય, તે જ કારણે પટનાં છે એમ ન કહેવાય. કારણ કે પટનાં કારણ તખ્ત વગેરે છે. આનું રહસ્ય એ કે પટરૂપ કાર્ય થવામાં તનુ વગેરે કારણ છે, ને માટીના પિંડ વગેરે અકારણ છે. બાકીની બીના સ્પષ્ટ રીતે સમજાય તેવી છે. જેમણે આ દ્વાદશાંગીની વિરાધના કરી તે અનંતા છવ સંસારમાં ભમ્યા હતા. હાલ જે વિરાધના કરે તે સંસારમાં ભમે છે. અને ભવિષ્યમાં તેની જેઓ વિરાધના કરશે તેઓ સંસારમાં રખડશે. એ જ પ્રમાણે જેમણે દ્વાદશાંગીની આરાધના કરી હતી, તે અનંતા છ સંસાર સમુદ્રને પાર પામી ગયા, વર્તમાન કાલે આરાધક છ સંસાર સમુદ્રને તરે છે, ને જેઓ આરાધશે તે અનંતા જીવો સંસારસમુદ્રનો પાર જરૂર પામશે. આ દ્વાદશાંગી ધ્રુવ અક્ષય અને નિત્ય છે. શ્રુતજ્ઞાની દ્રવ્યથી ઉપગ કાલે સર્વ દ્રવ્યોને જાણે, દેખે, ક્ષેત્રથી ઉપયોગવાળે શ્રુતજ્ઞાની તમામ ક્ષેત્રોને, કાલથી તમામ કાલને (તમામ કાલમાં બનેલી બીનાને) અને ભાવથી સર્વ પર્યાને જાણે છે. આ રીતે તમામ દ્રવ્યાદિને જાણનારા સંપૂર્ણ દશ પૂર્વ ધાદિ ચુત કેવલી જ હોય છે. કારણ કે તેઓજ શ્રુતજ્ઞાનના બલથી સર્વ પ્રવ્યાદિને જાણે છે ને દેખે છે. જેઓ ન્યૂન દશ પૂર્વેને જાણે એટલે સંપૂર્ણ દશ પૂર્વેના જ્ઞાનથી ઊતરતા જ્ઞાનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org