________________
૩૪૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત માણસ બાણ કે કે તો તે દૂર પડે છે. આથી મને ખાતરી થઈ કે બાલકનો જીવ નાખે છે. ને જુવાનને જીવ મોટો છે; સર્વ જી સરખા નથી. તો પછી તમે સર્વ જીવો સરખા છે, એમ કહે છે તેનું શું કારણ?
ઉત્તર –બાળકને કે જુવાનને પૂર્વકૃત કર્મથી જ શરીર પ્રાપ્ત થાય છે. તેમાં બાળકનું શરીર કેમળ છે અને નાનું છે. તેથી તે બાણ ફેકે ત્યારે નજીક પડે છે ને જુવાનનું શરીર કઠિન છે, મજબૂત છે ને મોટું છે. તેથી તે બાણ ફેકે, ત્યારે બાણ બહુ દૂર જાય છે. આ રીતે બાણ દૂર જાય, કે નજીક પડે, તેમાં શારીરિક શક્તિ વગેરે કારણ તરીકે સમજવા. પણ સવ છે તે એક સરખા છે, એમાં કઈ જીવ નાને કે મોટો છે જ નહિ. અસંખ્યાતા પ્રદેશે સંખ્યાની અપેક્ષાએ દરેક જીવના એક સરખા છે. જીવ શરીરમાં કેચાઈને, કે ફેલાઈને રહે છે, કારણ કે આત્મપ્રદેશો સંકેચાય છે ને ફેલાય પણ છે. ૫.
૬. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે છે કે જે શરીરમાં જીવ હોય, તે એક જીવતા માણસનું વજન કરીએ અને તેના જ છવ વિનાના મૃતક (માદા)નું વજન કરીએ. આ બેમાં જીવવાળા શરીરનું વજન વધારે થાય, ને મૃતકનું વજન ઓછું થાય, તે શરીરમાં જીવ છે, એમ માની શકાય. પણ એક ચારને જીવતે જે, ને મરી ગયા પછી જેઓ, તેમાં બંને વખતે તેનું વજન સરખું થયું. આથી મને ખાતરી થઈ કે જીવ પદાર્થ છે જ નહિ.
ઉત્તર:–વાયુ રૂપી છે. તેને ધમણમાં ભર્યા પછી તાલીએ ને વાયુ કાઢી ખાલી ધમણ તેલીએ, તો બંને વખતે એક સરખું વજન થાય છે. વાયુની માફક જીવનું વજન હોય જ નહિ તેમાં પણ ફરક એ છે કે વાયુ રૂપી છે, ને જીવ અરૂપી છે. આ ખરી હકીકત હોવાથી ચેરનું જીવ વિનાનું શરીર, ને જીવવાનું શરીર વજનમાં સરખું થાય એમાં નવાઈ શી? વાયુ રૂપી છે છતાં દેખાતો નથી, ઝાડનાં પાંદડાં હાલે, તે ઉપરથી વાયુની ખાતરી થાય છે. તે જીવ આપી છે તે કઈ રીતે દેખી શકાય? જેમાં વર્ણાદિક હય, તે જ પાયે દેખાય, પરમાણુ વગેરેમાં વર્ણાદિ છે, છતાં દેખાતા નથી, માટે કહ્યું કે, વદિવાળા પદાર્થો પણ પ્રાયે દેખાય એટલે પરમાણુ આદિ ન દેખાય, ને બીજા સ્કંધ વગેરે દેખાય. ૬.
૭. પ્રશ્ન-પ્રદેશી રાજા કેશી ગણધરને પૂછે કે જીવની ખાત્રી કરવા માટે મેં એક ચારના (તેના શરીરના) કથડે કકડા કરી જોયા, પણ તેના શરીરના કેઈ પણ ભાગમાં જીવ જેવામાં આવ્યું નહી તે જીવ છે એમ કઈ રીતે માની શકાય?
ઉત્તર– રાજા! જેમ અરણના લાકડામાં અગ્નિ રહે છે, તેના ઝીણા ઝીણા કકડા કરીને બારીકાઈથી કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તપાસીએ તોપણ અગ્નિ દેખાય જ નહિ, તેમ જીવ આ શરીરમાં રહેલો છે. અગ્નિરૂપી છે છતાં ન દેખાય, તે અરૂપી એ જીવ કઈ રીતે રેખાય? ૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org