________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. ઉપાંગ શ્રી જબુદ્ધીપ પ્રાપ્તિ સૂત્રનો પરિચય) ૩૭૭ યોગ મંગલાદિનું સ્વરૂપ જણાવીને કહ્યું કે દશ વર્ષના દીક્ષા પર્યાયવાળો મુનિ આ છઠ્ઠા ઉપાંગને ભણવા લાયક જાણ. પછી ઉપક્રમ નિક્ષેપ અનુગમાદિ દ્વારેનું વર્ણન કરીને બૂ, દ્વીપ, અને પ્રાપ્તિ શબ્દોનું નામાદિક નિક્ષેપના અનુસાર સ્વરૂપ જણા
વ્યું છે. પછી મિથિલાનગરી, માણિભદ્ર યક્ષનું ચૈત્ય, જિતશત્રુ રાજાનું અને તેની ધારિણી રાણીનું વર્ણન કરીને પ્રભુશ્રી મહાવીરદેવના આગમનાદિની બીના કહી છે. (આ પ્રસંગે ટીકામાં નમસ્કારાદિ પદોના નિક્ષેપાનું અને નામ–સ્થાપનાનું તથા દ્રવ્યનય ભાવનયનું સ્વરૂપ સમજાવીને કહ્યું છે કે સ્થાપના નિક્ષેપ નમવા લાયક છે, ને પૂજા સકારાદિ કરવા લાયક છે.) પછી શ્રીગૌતમસ્વામીનું વર્ણન કરીને જંબુદ્વીપના મહત્ત્વ, (મોટાપણું, વિશાલપણું) સ્થાન અને આકારાદિના પ્રશ્નોત્તરનું વર્ણન કર્યું છે. (આ પ્રસંગે ટીકામાં પરિધિનું માપ લાવવાની રીત કહી છે) પછી અનુક્રમે જબુદ્વીપની જગતી પધવરદિકા, અને વનખંડ. તેને ભૂમિભાગ, તથા વિજયાદિ દ્વારે, તે દરેકની ઊંચાઈ વગેરે, તેમજ તે દ્વારેનું માંહોમાંહે આંતરું, અને રાજધાની વગેરેનું વર્ણન કર્યું છે. પછી ભરત ક્ષેત્રના આકાર, લંબાઈ વગેરેનું વર્ણન કરીને દક્ષિણ ભારતના આયામ (લંબાઈ) વગેરેનું અને મનુષ્યોનું વર્ણન કર્યું છે. પછી વૈતાઢય પર્વતનું સ્વરૂપ જણાવતાં તેની લંબાઈ, ઊંચાઈ વગેરેનું, વનખંડ, ગુફા, વિદ્યાધરોની શ્રેણિ, નગરો,
ત્યાં રહેલા મનુષ્ય, શિખરનું તલ (તળિયું), શિખરોની સંખ્યા વગેરે પદાર્થોની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી સિદ્ધાયતન, દેવછંદક અને જિનપ્રતિમા વગેરેનું વર્ણન કરીને દક્ષિણા ભરતનું, તથા ત્યાં રહેનારા દેવનું અને તેની રાજધાની વગેરેનું વર્ણન કર્યું છે. પછી વૈતાઢય શબ્દને અથ, અને ત્યાં રહેનારા દેવના નામનું શાશ્વતપણું વગેરે બીના જણાવીને ઉત્તર દિશામાં રહેલા ભરતક્ષેત્ર (ઉત્તર ભરતાધ)ના આકાર, લંબાઈ, અને મનુષ્ય વગેરેની અને ઝડષભકૂટની હકીકત સમજાવી છે. (આ પ્રસંગે ટીકામાં ભરતક્ષેત્રની જીવા (ગણિત વિશેષ)ને યોજન લાવવાની રીત તથા છવાનું
સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ગણિતના જીવા, ધનુ:પૃષ્ઠ પરિધિ વગેરે ભેદો છે. તે બધા ભેદોનું સ્વરૂપ અહીં ટીકાકારે જુદા જુદા પ્રસંગે બહુ જ સરલ પદ્ધતિએ સમજાવ્યું છે. ક્ષેત્રસમાસાદિ પ્રકરણનો ગુરુગમથી જેણે અભ્યાસ કર્યો હોય, તે જ જીવ આ સુત્રના અર્થો યથાર્થ સમજી શકશે. ગણિતની બીના સમજવામાં સહેલી નથી. આ જ કારણે તેના અભ્યાસકે વિરલા (ગણત્રીના; ગણ્યા ગાંઠયા) જ જણાય છે. અમુક અંશે બીજા દ્રવ્યાનુયાગાદિના અભ્યાસીઓને ગણિતાનુયોગ જરૂર મદદ કરે છે. અને ક્ષેત્રાદિની બીનાને યથાર્થ સમજવામાં પણ જણાતી કઠિનતાને દૂર કરનાર ગણિતાનુગ છે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને સમર્થ પૂર્વધર સ્થવિર ભગવતે અહિ ગણિતાનુયોગનું સ્વરૂપ વધારે પ્રમાણમાં સમજાવ્યું છે.
શ્રીજંબુદ્વિીપપ્રજ્ઞપ્તિના પહેલા વક્ષસ્કારને સંક્ષિપ્ત પરિચય પૂરે થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org