________________
૩૯૬
શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત
પામી શ્રાવકધમ ને સ્વીકારી સ્વસ્થાને ગયા. આ બનાવ જોઇને બહુ જ રાજી થયેલા શ્રીનેમિનાથના વદત્ત નામના મુખ્ય ગણધરે પ્રભુ નેમિનાથને પૂછ્યુ` કે આ નિષધકુમારે આવી મનુષ્ય સંબંધી રાજ્ય ઋદ્ધિ વગેરેનું સુખ શાથી મેળવ્યું ? આ પ્રશ્નના ઉત્તર દેતાં પ્રભુએ જણાવ્યું કે “ આજ મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં પાછલા ભવમાં તે રાડિ નામના નગાં મહામળ નામના રાજાના વીરાંગદ નામે પુત્ર હતા, તે પુણ્યના લરૂપ સાંસારિક સુખ ભોગવતા હતા. એક વખત ત્યાં શ્રીસિદ્ધાર્થસૂરિ નામના આચાર્ય પધાર્યા. ત્યારે પા વાંઢવા નીકળી, તે વખતે વીરાંગઢ કુમાર પણ વંદન કરવા ગયા. દેશના સાંભળી પ્રતિબાધ પામ્યા, માતા-પિતાની આજ્ઞા મેળવી તેણે ચારિત્ર લઈ ઉલ્લાસથી તેની સાત્ત્વિકી આરાધના કરી, તેથી તે બ્રહ્મદેવલાકમાં દશ સાગરેપના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને અહીં બળદેવના નિષધકુમાર નામે પુત્ર થયો. પાછલા ભાવે કરેલી નિર્મલ ચારિત્રની આરાધનાથી તે આવી ઋદ્ધિ પામ્યા છે. થોડા વખતમાં તે જરૂર દીક્ષા લેશે. ” ત્યાંથી ( દ્વારિકાથી ) વિહાર કરી એક વખત ફરીને પ્રભુ ત્યાં ( દ્વારિકામાં ) પધાર્યા, તે વખતે નિષધકુમારે વઢના કરી દેશના સાંભળી પ્રતિભેાધ પામી માતા-પિતાની આજ્ઞા લઇ, પ્રભુની પાસે ચારિત્ર લઈ, નવ વર્ષાં સુધી તપશ્ચર્યા સાથે તેની નિર્મલ આરાધના કરી. અંતે ૨૧ દિવસનું અનશન કરી કાળધમ ( મરણ ) પામી સર્વાસિદ્ધ વિમાને ૩૩ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી દેવ થયેા. હાલ તે ત્યાં છે. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પદ્મ પામશે, આ રીતે આ પહેલા અધ્યયનના સક્ષિપ્ત પરિચય જણાવી દીધા,
(
આ પ્રમાણે બાકીના અગિયારે કુમારનાં અધ્યયના જાણવાં, અહીં સૂત્રમાં બહુ જ ટૂંકામાં વર્ણન કરી શેષ (બાકીની) મીના સમજવા માટે પહેલા અધ્યયનની ભલામણ કરી છે. તેમ (૧૧ કુમારા) ના પાછલા ભવનાં નામ, માતા પિતાનાં નામ વગેરેને જાણવાનુ સાધન સંગ્રહણી” છે, એમ કહ્યું છે. સભવ છે કે કદાચ તે વિચ્છેદ પામી હાય, કારણ કે હાલ તે મુદ્રિત પ્રત વગેરેમાં રૃખાતી નથી. આ પાંચમા વનું રહસ્ય ફ્રેંકમાં એ સમજવું કે બળદેવના તે મારે પુત્રા પાછલા ભવમાં ચારિત્ર પાળી પાંચમા દેવલાકે દેવ થઈ બળદેવના પુત્રપણે ઉપજી નેમિનાથ પ્રભુની પાસે ચારિત્ર લઈને આરાધી સર્વાં સિદ્ધ વિમાને દેવ થયા તે ભારે પુત્રો હાલ ત્યાં એકાવતારી દેવપણાનુ દેવતાઇ સુખ ભાગથી રહ્યા છે. અતે ત્યાંથી વી મહાવિદેહે સિદ્ધિપદ પામશે,
પાંચમા ‘હિંદશા' નામના વર્ગના સક્ષિપ્ત પરિચય પૂરો થયા.
નિરયાવલિકા સૂત્રને! સંક્ષિપ્ત સાર
નિરયાવલિકા નામની બાબતમાં અહીં સ્પાર્શ્વમાં કહ્યું છે. આના પાંચ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org