________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય )
૪૮૫
વગેરેના નામમાં જોડાયેલા વાચક શબ્દેનેા અ ઉપાધ્યાય ” કરવા. એટલે તેઆ પૂર્વધર નથી, એમ સમજવું,
૭. આવશ્યકસૂત્રની ચૂર્ણિ—ઐતિહાસિક ગ્રંથામાં અને આની છાપેલી પ્રતની શરૂઆતમાં આ ચૂણિના બનાવનારા ‘શ્રીજિનદાસગણી જણાવ્યા છે. અહીં પ્રાકૃત ગદ્ય ભાગ વધારે છે. જરૂરી પ્રસંગે ગાથાઓ પણ જણાવી છે. લાકોત્તર ઐતિહાસિક કથાદિને જણાવનારી આ શ્રીઆવશ્યકસૂત્રની ચૂí માં કહ્યું છે કે વમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીરદેવને કેવલજ્ઞાન થયા પહેલાંના ૧૩મા વર્ષે શ્રાવસ્તી નગરીમાં પાણીની રેલ આવી હતી.
૮. આવશ્યકદીપિકા—શ્રી માણિકયશેખરસૂરિએ નિયુક્તિના સક્ષિપ્ત વિવરણ સ્વરૂપ દીપિકા રચી છે, તેનાં પાંચ અધ્યયના જ છપાયાં છે.
૯. જેમ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ૮૪૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા મળતી નથી, તેમ શ્રીજિનભટે રચેલી આવશ્યક ટીકા પણ મળી શકતી નથી.
૧૦. શ્રી આવશ્યકાદિ ચાર સૂત્રો જ મૂલસૂત્રો કહેવાય. તેમાં ચોગાદ્વહનના ક્રમ પણ સાક્ષી પૂરે છે. નવા સાધુને શરૂઆતમાં શ્રી આવશ્યસૂત્રના ને શ્રીદશવૈકાલિક સૂત્રના યોગદ્વહન કરાવીને યેાગ્ય અવસરે શ્રીઉત્તરાધ્યયન સૂત્રના યોગાઢન કરાવાય છે. અહીં શ્રી આવશ્યક નિયુક્તિમાં એનિયુક્તિના સમાવેશ કર્યાં છે, એમ સમજવું, આથી પણ સાબિત થાય છે કે ઉપર જણાવેલા શ્રીઆવરવક વગેરે ચાર સૂત્રો જ મૂલસૂત્રો કહેવાય. સમજવુ જોઇએ કે શ્રીદશવૈકાલિકના પાંચમા અધ્યયનની નિયુક્તિમાં પિંડનિયુક્તિના સમાવેશ થાય છે, ને શ્રી આવશ્યકસૂત્રના ચાચા પ્રતિક્રમણ અધ્યયનમાં પાક્ષિકના સૂત્રના સમાવેશ થાય છે. તથા છેઃસૂત્રેાના અને આવશ્યકસૂત્રના વિષયાને નિરૂપણ કરવાની શૈલી વગેરેના સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં જરૂર ખાતરી થશે કે શ્રીઆવશ્યકસૂત્રને છેદસૂત્ર તરીકે ગણાય જ નહિ, તેમ જ જેના દીક્ષાપર્યાંય વધારે હોય, તે સુનિને જ છેદસૂત્રોના ચાંગોદ્દહન આચારાંગસૂત્રના યોગદ્વહન થયા પછી જ કરાવાય છે. આથી સાબિત થયું કે નવા સાધુને શરૂઆતમાં છેઃસૂત્રના ચોગાદ્વહન કરાવાય જ નહિ. આવાં અનેક કારોને લક્ષ્યમાં રાખીને પરમ ગીતાર્થા ઢ મહાપુરુષોએ આવશ્યકસૂત્રને ચાર મૂલસૂત્રામાં જ ગણ્યું છે, વળી ૪૫ આગમાની આરાધના કરવાની વિધિમાં પણ આવશ્યકસૂત્રને મૂલસૂત્રોમાં જ ગણ્યુ` છે. તેમ જ ૬ છેદસૂત્રોમાં આવશ્યકસૂત્ર ગણ્યુ નથી. તેથી આવશ્યકસૂત્રને છેદ્યસૂત્ર તરીકે ન ગણાય. એમ સાક્ષી તરીકે યાગિવિધ, સામાચારી પ્રકરણ વગેરે ઘણા ગ્રંથા છે,
આ રીતે શ્રી આવશ્યકસૂત્રનાં નિયુક્તિ વગેરે સાધનેાની બીના પૂરી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org