________________
૪૮૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ભદ્રગણિ ભગવંતની અપૂર્વ રચનારૂપ હોવાથી શ્રીજૈનાગમાં અપૂર્વ તત્ત્વબોધને દેનાર શાસ્ત્ર તરીકે સુપ્રસિદ્ધ છે.
૩. શ્રી વિજયસિંહસૂરિએ વંદિત્તા સૂત્રની (શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની) ચૂણિ વિ.સં... ૧૧૮૩ માં રચી. તેના આધારે શ્રીરતનશેખરસૂરિએ અર્થદીપિકા નામની ટીકા બનાવી તે પાઈ છે.
૪. શ્રીહરિભદ્રસૂરિકૃત બાવીશ હજારી ટીકાનું “શિષ્યહિતા ? બીજું નામ છે.
૫. અહીં ચાલુ પ્રસંગે મૂલ સૂત્રોમાંના મૂલ શબ્દનો અર્થ પ્રાથમિક એટલે મુનિધર્મને પામ્યા બાદ શરૂઆતમાં ખાસ ભણવાલાયક જે સૂત્રો, તે મૂલસૂત્રો કહેવાય. આ મૂલસૂત્રની વ્યાખ્યા કરવામાં જેમ મૂલ શબ્દને “પ્રાથમિક અર્થ કર્યો, તેવી રીતે મૂલ શબ્દના બીજા પણ અર્થે થાય છે. એમ અન્ય ધમઓના (બૌદ્ધધમ
આદિના) ગ્રંથનું રહસ્ય વિચારતાં જણાય છે. અહીં “મહાવ્યુત્પત્તિગ્રંથ વગેરે દૃષ્ટાંત તરીકે જાણવા. બૌદ્ધધર્મના આ ‘મહાવ્યુત્પત્તિ' ગ્રંથમાં કહેલા મૂલગ્રંથ શબ્દમાંના મૂલ શબ્દથી ગૌતમ બુદ્ધનું ગ્રહણ કરીને મૂલ ગ્રંથશબ્દનો અર્થ આ રીતે જણાવ્યું છે : જેમાં બૌદ્ધધર્મને મૂલ સમાન (ઉત્પાદક) બુદ્ધનાં વચનોનું વર્ણન કર્યું છે તે મૂલગ્રંથકહેવાય. આ રીતે અનેક અર્થમાં મૂલ શબ્દ વપરાય છે, તેમાં અહીં પ્રાથમિક અર્થ લેવો.
. ઐતિહાસિક ગ્રંથાદિમાં આવશ્યક સૂત્રની નિયુક્તિના અર્થને સમજાવનારાં ત્રણ ભાષ્ય કહ્યાં છે. તેમાં ૧૭૩ ગાથાવાળું ભાષ્ય “મૂલભાષ્ય નામે ઓળખાય છે, ને અંદાજ ૩૦૦ ગાથાવાળું બીજું ભાષ્ય છે. તથા ત્રીજું ભાષ્ય “વિશેષાવશ્યક નામથી સુપ્રસિદ્ધ છે. અન્યત્ર કહ્યું છે કે શક સંવત ૧૩૧માં લખાએલી શ્રીવિશેષાવશ્યક મહાભાષ્યની “હાથપથી ' જેસલમેરમાં છે. આ વિશેષાવશ્યક ભાષ્યના કર્તા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સંસ્કૃત ભાષ્ય રચ્યું હતું, તે જેસલમેરમાં છે. તથા વિશેષાવશ્યકમાંનો વિશેષ શબ્દ જ જણાવે છે કે આ ભાષ્ય સંપૂર્ણ શ્રીઆવશ્યકસૂત્રનું નથી, પણ તેના એક ભેદરૂપ સામાયિક સૂત્ર નામના પહેલા આવશ્યકના વિવરણ સ્વરૂપ છે,
શ્રીજિનભદ્રાણિ ક્ષમાશ્રમણ” નામમાં રહેલા ક્ષમાશ્રમણ શબ્દનું રહસ્ય વિચારતાં જણાય છે કે તેઓશ્રી દૃષ્ટિવાદના ભેદ રૂપ પૂર્વજ્ઞાનને ધારણ કરનારા હતા. જેમના નામમાં વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર, વાચકમાં કઈ પણ શબ્દ બોલવામાં આવતો હોય, તેઓ પૂર્વગત શ્રતના જાણકાર છે, એમ જાણવું. કહ્યું છે કે –
वाई य खमासमणे, दिवायरे वायगत्ति एगट्टे ।
पुव्वगयम्मि य सुत्ते, एए सदा पयति ।।१।। (આને અર્થ આ ગાથાની પહેલાં જ જણાવ્યું છે.) ઉપાધ્યાયજી યાવિજયજી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only