________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રને સક્ષિપ્ત પરિચય)
૪૮૭
તેમાં આ સૂત્રની શરૂઆતમાં ‘સ્રોશરણ' પદ્મ હોવાથી લેગસ સૂત્ર કહેવાય છે. અને શ્રીઋષભાદિ તીથકરોનાં નામ લઈને તેમની અહીં સ્તવના કરી છે, તેથી નામસ્તવ કહેવાય છે. અહીં શરૂઆતમાં હું ચાવીશે તીર્થંકરદેવાને સ્તવીશ, એમ જણાવીને ચાવીશે તીર્થંકરદેવાને નામ લઇને વાંઘા, પછી તેમનું આંતરિક નિર્દેલ સ્વરૂપ જણાવીને હું તીથંકર દેવા ! આપ મારી ઉપર પ્રસન્ન થાએ ” એમ માગણી કરી છે. પછી ભવ્ય જીવ વિનંતિ કરે છે કે આપ મને આરાગ્ય, ખેાધિલાભ, શ્રેષ્ઠ સમાધિ આપે।. આ રીતે નામજનની સ્તવના કરીને અ ંતે સિદ્ધોની પાસે માગણી કરતાં ભવ્યજીવ કહે છે કે “હું શ્રીસિદ્ધપરમાત્મા ! આપ ચંદ્રથી પણ વધારે નિમાઁલ છે., સૂર્યથી પણ વધારે પ્રકાશ કરનારા એટલે તમામ પદાર્થાના પૂર્ણ સ્વરૂપને વિસ્તારથી કેવલજ્ઞાન રૂપી પ્રકાશથી જાણનારા છે. ને સમુદ્ર જેવા ગંભીર છે. આપ મને સિદ્ધિનાં સુખ આપેા. એ જ મારી હાર્દિક માગણી છે.” આ બીનાને ટીકાદિમાં બહુ જ વિસ્તારથી સમજાવી છે. યાદ રાખવું જોઈએ કે નામ લઇ ને સ્તવના કરવાના પણ (નામનિક્ષેપાના પણ) પ્રભાવ અનહદ જ છે. જેનું નામ લઈએ, તે નામ લેતાંની સાથે જ તેના ગુણા વગેરે પણ જરૂર યાદ આવે જ છે. આ પ્રસંગે તેના જીવનના વિચાર કરી પેાતાના આચાર વિચાર તે ઉચ્ચાર સુધારી સ્તવના કરનાર ભવ્ય જીવો પર પરાએ ભાવનિક્ષેપાની આરાધના કરીને સસારસમુદ્રના પાર પામે છે.
આ રીતે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં જરૂર સમજાશે કે સ્થાપનાનિક્ષેપ અને નિક્ષેપની જેમ નામનિક્ષેપ પણ ભાવનક્ષેપની આરાધના કરવામાં અસાધારણ કારણ છે. આ હકીકત પણ માટી ટીકા વગેરેમાં બહુ જ સ્પષ્ટ સમજાવી છે. સવારના પ્રતિક્રમણમાં રાજ્ય ( રાત્રિક) પ્રતિક્રમણ ઠાયા ( સ્થાપ્યા ) પછી ‘કરેમિભંતે ? સૂત્રથી સામાયિક આવશ્યકની શરૂઆત થયા બાદ એક લેાગસ્સનેા કાઉસ્સગ્ગ પારી પ્રકટ લાગસ્સ એકલવાથી માંડીને અતિચારની આઠ ગાથા સુધી મીજા ચઉવીસવ નામના આવશ્યકની હૃદ સમજવી. અને સાંજના પ્રતિક્રમણમાં દેવસિય પ્રતિક્રમણ ઠાયા (સ્થાપ્યા) પછી ‘ કરેમિભંતે ” સૂત્રથી સામાયિક આવશ્યક શરૂ થઈ અતિચારની આઠ ગાથા ગણવા રૂપ ( સાધુને ‘સાયણાસન્નપાણે ’ ઇત્યાદિ ગાથા ત્રણ વાર ગણવા રૂપ ) કાઉસ્સગ્ગ કરતાં પૂર્ણ થાય છે. તે પછી પ્રકટ લાગસ કહેતાં ખીજાચવીસવ નામના આવશ્યકની શરૂઆત થઈ તે પૂર્ણ થતાં તે પણ પૂરું થાય છે.
૩, વંદનક આવશ્યક—વંદન શબ્દથી
દ્વાદશાવતું વદન ’” લેવાય છે. તે ‘વાંઢા ” નામથી પણ એળખાય છે. વાંઢા દેવામાં ૧૬ અંશુલ (આંગળ )ના પ્રમાણવાળી સુખસ્ત્રિકા (મુહપત્તિ)ના સાધન તરીકે ઉપયાગ કરાય છે. તેનું પડિલેહણ કરીને જ તેથી વાંદણાં દેવાય એવા વિધ છે. તેથી આ ત્રીજા આવશ્યકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org