________________
૪૯૦
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
જરૂર થાય છે. આ વાત ઘણા જીવા પેાતાના અનુભવથી પણ સમજે છે. આ મીના અહીં સ્પષ્ટ સમજાવી છે,
૫. કાયાસ (કાઉસ્સગ્ગ) આવશ્યક —— વિસ્મરણ (યાદ ન આવવું), શર્મ, અભિમાન વગેરે કારણેામાંના કોઈ પણ કારણથી પ્રતિક્રમણ કરવાના અવસરે જે ઢાષાની આલેાચનાદિ કરવી રહી ગઈ હાય, તે રોય ।।ની આલેાચના વગેરે આ પાંચમા આવશ્યકથી કરાય છે. આ મુદ્દાથી વ‰નક નામના ત્રીજા આવશ્યકની પછી અનુક્રમે ચાથા અને પાંચમા આવશ્યકની સંકલના કરી છે. ત્રીજા આવશ્યકની મુહુત્તિ પડિલેહીને વાંદણાં દ્વીધા પછી જ ચેાથા પ્રતિક્રમણ આવશ્યકની શરૂઆત થાય છે, ને ‘ આયરિચ ઉવજ્ઝાએ’ સૂત્રની પછી પાંચમા આવશ્યકની શરૂઆત થાય છે. કાર્યાત્સગ નું કુલ મનની સ્થિરતા, કનિજરા વગેરે જાણવું, ધર્માંધ્યાનાદિનું પણ અપૂર્વ સાધન કાર્યાત્સગ છે. આ હકીકત અહીં વિસ્તારથી વર્ણવી છે.
૬. પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) આવશ્યક — છઠ્ઠી આવશ્યકની મુહપત્તિના પડિલેહુણથી માંડીને આ પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકની શરૂઆત થાય છે. ગુરુ મહારાજ ને વાંદીને પ્રત્યાખ્યાન લેવાય. તે વંદના કરવામાં મુહપત્તિ સાધન છે. માટે તે પડિલેહીને વાંઢણાં ઈને પચ્ચક્ખાણ કરવું જોઇએ, ખરી રીતે અહીં જ (છઠ્ઠી આવ શ્યકની મુહપત્તિ પડિલેહીને એ વાંઢણાં દીધા પછી જ) પચ્ચક્ખાણ કરવુ જોઇએ. માટે જ હાલની પદ્ધતિ પ્રમાણે પ્રતિક્રમણ શરૂ કર્યા પહેલાં જેમણે શ્રીગુરુ મહારાજ વગેરેની પાસે પચ્ચખ્ખાણ ન કર્યું" હાય, તે ૬ આવશ્યકેાનાં નામ મેલ્યાં પહેલાં પચ્ચખ્ખાણ કરી લે છે. અનિયમિત આત્માને નિયમિત (મર્યાદિત) મનાવવાનું અપૂર્વ સાધન પ્રત્યાખ્યાન છે. તેનાથી સવર થાય છે, એટલે આશ્રવથી ભચાય છે. નિયુકિત વગેરેમાં
આ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ નિક્ષેપાહિ પ્રકારે બહુ જ વિસ્તારથી સમજાવ્યું છે, તેમાંથી સાર લઈને શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજ વગેરે મહાપુરુષાએ ‘પ્રત્યાખ્યાન ભાષ્ય ' વગેરે ગ્રંથોની રચના કરી છે. અહીં પ્રત્યેક આવશ્યકના સાર પૂર્ણ થાય છે. અધ્યાત્મદૃષ્ટિએ સંપૂર્ણ (૬ એ) આવશ્યકનું રહસ્ય વિચારતાં સમજાય છે કે ક્લેશથી મલિન થયેલા મનને નિ`લ બનાવવાનુ અને પરપરાએ મેાક્ષમાના સાધક થઈને મુક્તિના સુખ મેળવવાનુ અપૂર્વ સાધન આવશ્યકની પવિત્ર ક્રિયા છે. શ્રીજૈનેન્દ્રશાસનની અવિચ્છિન્ન મર્યાદા એ છે કે કોઈ પણ ધાર્મિ ક ક્રિયા કરતાં નિયાણાની ભાવના છડીને પરમ ઉલ્લાસથી આત્માને સંસાર–સમુદ્રથી તારવાની જ ભાવના રાખવી જોઇએ, તેમ અહીં પણ તેવી જ આત્મદૃષ્ટિ રાખીને ઉપચેગપૂર્વક ક્રિયા કરે ને અર્થ વિચારે, તા તે નાગમથી ભાવાવશ્યક કહેવાય. ખમાસમણાં વગેરે ક્રિયા વિના જો આવશ્યકના અની વિચારણા એકાગ્રતાપૂર્વક કરે, તા આત્મા આગમથી ભાવાવશ્યક કહેવાય. અને ઉપયાગ રાખ્યા વગર જે ક્રિયા કરાય, તે દ્રવ્યાવશ્યક કહેવાય, શ્રીજિનશાસનમાં આવી દ્રવ્યક્રિયાને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org