________________
૪૧૪
શ્રી વિજયપદ્મસુરીશ્વરકૃત ત્યારે તમારી પદ્મિની સ્ક્રૂ પણ વજ્રરહિત થઈ અમારી સામે ઊભી રહે. તે અવસરે પણ તમારે હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભા રહેવુ. આ વખતે અમારા ત્રણમાંથી કોઈનુ મન લગાર પણ ચલાયમાન થાય તે અમારું માથું ધડથી જુદું કરવું, પદ્મિનીના પતિએ તે વાત કબૂલ કરીને કહ્યું કે હું ખુશીથી આપના કહ્યા મુજમ કરીશ. પછી યેાગ્ય અવસરે વિદ્યા ( સિદ્ધચક્રના મંત્ર) સાધવા માંડી. લગાર પણ ચલાયમાન થયા વગર નીરપણે અંત્રસાધના કરવા લાગ્યા ત્યારે સૌધર્મેન્દ્રના સામાનિક ધ્રુવ-શ્ર સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર દેવે પ્રત્યક્ષ થઈને ત્રણે પૂજ્ય પુરુષને કહ્યું કે ઇચ્છિત વરદાન માગેા! તેમાં શ્રી હેમચંદ્રાચાર્યે રાજાને દેશના શક્તિથી પ્રતિબેાધ કરવાનું વરદાન માગ્યુ'; શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે એ વરદાન માગ્યું કે તમારી મદદથી ઉપદ્રવાળી કાંતિનગરીના જિનમંદિરને નિરૂપવ સ્થાનકે ( સેરીસે ) લઇ જવા સમ થા; તથા શ્રી મલયગિરિજી મહારાજે શ્રી જૈન સિદ્ધાંત પ્રથાની ઉપર સરલ સુબેદ ટીકા મનાવવાનુ વરદાન માગ્યું, ત્રણેને વરદાન દઈને ધ્રુવ સ્વગમાં ગયા.
ઐતિહાસિક ગ્રંથાના સુક્ષ્મ અવલેાકનથી જાણી શકાય છે કે તેઆશ્રી એક અપૂર્વ પ્રસિદ્ધ ટીકાકાર હતા. અને એ તે મને પણ અનુભવવસદ્ધ છે કે એમની ટીકા અનાવવાની સુંદર અને રોચક શૈલી મારા જેવા ઘણાય માલ વેાને પણ સ્પષ્ટ ઐાધદાયક નીવડી છે. તેવી જ શલી શ્રી અનુયાગઢારસૂત્રની ઉપર અને શ્રીવિશેષાવશ્યકસૂત્રની ઉપર મલધારી આચાર્ય શ્રીહેમચન્દ્રસૂરીધરજી મહારાજે બનાવેલી ટીકામાં દેખાય છે, અનુભવી મહાગીતા શિરામણ મહાપુરુષા જણાવે છે કે શ્રી હરિભદ્રસૂરિજી, વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજ, ન્યાયાચાય યોાવિજયજી મહારાજ આદિ મહાપુરુષોએ રચેલા પ્રથાની કઠિન પતંક્તિઓનું રહસ્ય સમજવાને માટે સૌથી પહેલાં શ્રીમલગિરિ મહારાજ અને મલધારી હેમચંદ્રસૂરિજીના ગ્રંથા જરૂર ગુરુગમથી જાણવા જોઈએ. વ્યાજખી જ છે કે માલ વેને સરલ શબ્દામાં અને સંક્ષેપમાં સંગીન બેાધ થઈ શકે તે મુદ્દો શ્રી મલયગિરિ મહારાજે આબાદ રીતે જાળવ્યા છે, તેમના ગ્રંથા વાંચતાં ઘણી વાર એવા અનુભવ થયા છે કે જાણે ાતે સરલ ભાષામાં તત્ત્વના ખજાના ન આપતા હાય! પ્રાચીન કાલમાં તે તે મહાપુરુષોનાં આદર્શ જીવનચરિત્રો લખવાને રિવાજ બહુ જ થોડા પ્રમાણમાં હતા. અથવા પાછળથી તે રિત્રોના યુદ્ધાદ્ધિ કારણથી નાશ થયા હોય એમ સભવ છે. શ્રી મલયંગરજી મહારાજની બાબતમાં પણ તેવું બન્યું છે, તેમના સમકાલીન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી વગેરેના જીવનની મીના જેમ વધારે પ્રમાણમાં મળી શકે છે તેવી વિશેષ મીના મલયગ/જી મહારાજની મળી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org