________________
૪૨૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ૩. અધિક માસની નિષ્પત્તિ, ૪. પર્વતિથિ સમાપ્તિ, પ. અવમ રાત્ર ૬. નક્ષત્રોનું પરિમાણ, ૭. ચંદ્રોનું ને સૂનું પરિમાણ, ૮. ચંદ્ર સૂર્ય-નક્ષત્રાદિની ગતિ, ૯. નક્ષત્ર પગ, ૧૦. જંબુદ્વીપમાં ચંદ્ર સૂર્યનો મંડલ વિભાગ, ૧૪-૧ર. અયનનું ને આવૃત્તિનું સ્વરૂપ, ૧૩. ચંદ્ર સૂર્ય નક્ષત્રોનું મંડલેમાં એક મુહૂર્તની ગતિનું પરિમાણ, ૧૪-૧૫. ઋતુઓનું ને વિષનું સ્વરૂપ, ૧૬. વ્યતિપાતાદિનું વર્ણન, ૧૭ તાપક્ષેત્રની બીના, ૧૮ દિવસની વૃધિહાનિનું સ્વરૂપ, ૧૯-૨૦, અમાસ-પૂનમેનું, ને પ્રણષ્ટ પર્વનું સ્વરૂપ, ર૧, પરૂષીની બીના. આ ર૧ અધિકાર વિસ્તારથી અહીં સમજાવ્યા છે. ૧૫. તીર્થોદગાર પ્રકીર્ણ ક–આની ૧૨૩૩ ગાથાઓ છે. ૧૬. સિદ્ધપ્રાકૃત-મૂલ સૂત્રનું પ્રમાણ ૧૨૦ શ્લેક છે, તેની ટીકાનું પ્રમાણ ૮૫૦ શ્લોક છે. ૧૭. નિરય વિભક્તિ-મૂલનું પ્રમાણ ૨૦૦ શ્લોક છે. ૧૮, ચંદ્રધ્યક–આની ૧૭૪ ગાથા છે, તેમાં રાધાવેધનું વર્ણન કરીને સમજાવ્યું છે કે અંતિમ સમયે સમાધિ જાળવવી, એ રાધાવેધને સાધવા જેવું દુષ્કર કાર્ય છે. તેમાં વિજય મેળવનારા મુનિએ મુક્તિનાં પણ સુખ પામી શકે છે. આ પયગ્નો પાટણથી છપાયો છે. ૧૯, અછવકલ્પ આની ૪૪ ગાથા છે. ૨૦. વીરસ્તવ આની ગાથા ૪૩ છે. અહીં પ્રભુશ્રી મહાવીરદેવની સ્તવના કરી છે. ૨૧, તિથિપ્રકીર્ણક, ૨૨. સારાવલિપયન્સો, ર૩. જીવવિભક્તિ, ૨૪, કવચપ્રકરણ, ૫. યોનિપ્રાકૃત, ૨૬. અંગચૂલિયા, ર૭. વગચૂલિયા, ૨૮. જંબુપયનો, ૯, જિતકલ્પ વગેરે પયન્નાએ જણાવ્યા છે. તેમાં જીતકપસૂત્રનો ટૂંક પરિચય છેદસૂત્રોને ટૂંક પરિચય જણાવવાના અવસરે જણાવીશ, કારણકે તેમાં છેદનો (પ્રાયશ્ચિત્તાદિન) અધિકાર વર્ણવ્યો છે, તેથી તેને પરિચય ૬ છેદ સૂત્રોના પ્રસંગે જ આપ ઉચિત ગણાય. આ રીતે દશ પયનાને અંગે સમુદિત (ભેગા, બધામાં ઘટે તેવા ) વિચારે જણાવીને હવે ક્રમસર દરેક પયન્નાનો સાર અને ટૂંક પરિચય જણાવું છું.
૧. ચતુઃ શરણપ્રકણક આની ચરણ પયને આ નામથી વધારે પ્રસિદ્ધિ છે. છતાં આનું બીજું નામ “કુશલાનુબંધિ અધ્યયન ? પણ છે. આનો અર્થનો વિચાર કરતાં બંને નામો યથાર્થ જ છે. અહીં જણાવેલાં ત્રણ કર્તવ્યોમાં પહેલાં ચાર શરણાને અંગીકાર કરવાની વાત કહી છે. તેથી ચઉશરણ એટલે ચાર શરણાંની બીના અને દુષ્કતની ગહ તથા સુકૃતની અનુમોદનાની બીના જેમાં વિસ્તારથી જણાવી છે, તે ચઉશરણપયનો કહેવાય. અહીં કહેલી હકીકત તરફ લક્ષ્ય રાખીને આના કર્તાએ આ નામ રાખ્યું છે. શાંત ચિત્તે અહીં જણાવેલ હકીકતને ધ્યાનમાં રાખી ચાર શરણાં વગેરેની ભાવને વારંવાર કરતાં, ને તેને અનુસાર નિર્મલ આચાર વિચારાદિ રાખવાથી ઘણાં ચીકણું પાપકર્મો નાશ પામે છે, ને કુશલાનુબંધી એટલે લાંબી સ્થિતિવાળું પુણ્યાનુબંધી પુણ્ય પણ બંધાય તેમજ ઘણાં કર્મોની નિર્જરા પણ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org