________________
શ્રી વિજયપધસૂરીશ્વરકૃત સંશાધન મંદિરમાં હયાત છે. એમાં આ યોનિપ્રાભૂતના કર્તા પહપ્રવણ કહ્યા છે. દિગંબર સંપ્રદાયના પ્રવચનસારની પ્રસ્તાવનામાં કહેલા ૪૩ પ્રાભૂતોમાં નિપ્રાભત... નું નામ જણાવ્યું છે. પણ તે અને આ નિપ્રાભૂત બંને અલગ અલગ જ છે એમ સમજવું.
૧૪. તીર્થોદુગારિક-તીર્થ એટલે શ્રી મહાવીર પ્રભુના શાસનનું વર્ણન કરનારા ઉદ્ગારે એટલે વચનોથી ગુંથાયેલો (રચાયેલે ) જે પ્રકીર્ણક, તે તીર્થોદ્દગારિક પ્રકીર્ણક કહેવાય. એમ તેમાં કહેલી હકીકતના આધારે જણાવ્યું છે. અહીં આર્યા છંદની ગાથાઓ ૧૫૭ છે. આની કેટલીક પ્રતોમાં ૧૨૭૩ અને કેટલીકમાં ૧૨૫૭ કુલ ગાથાને અંક જણવ્યો છે. અહીં શરૂઆતની ત્રણ ગાથાઓમાં ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ કરીને જેથી, પાંચમી અને છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે પ્રભુશ્રી મહાવીર દેવે રાજગૃહી નગરીના ગુણશીલ નામના બગીચામાં શ્રીગીતમાદિ ગણધરની આગળ એક લાખ પદના પ્રમાણવાળા જે આ તીર્થોદ્દગારિકના અર્થની પ્રરૂપણા કરી હતી, તેના આધારે ટૂંકામાં આ તિગાલી (તીર્થોદુગારિક પ્રકીર્ણક ) ની રચના કરું છું. પછી ૭ મી ગાથાથી ર૬ મી ગાથા સુધીની ૨૦ ગાથાઓમાં અનુક્રમે કાળનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે પલ્યોપમનું ને ૬ આરાનું વર્ણન કર્યું છે. પછી ૨૭મી ગાથાથી ૯૦મી ગાથા સુધીની ૬૪ ગાથાઓમાં યુગલિયાનું અને કુલકરેનું વર્ણન કર્યું છે. પછી ૯મી ગાથાથી ર૭રમી ગાથા સુધીની ૧૮૩ ગાથાઓમાં પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ એરવત ક્ષેત્રોમાં પહેલા તીર્થંકરનું ચ્યવન, ૧૪ સ્વનિ, (અહીં પ્રાસાદનું ને નાગભુવનનું અલગ અલગ વર્ણન કર્યું છે ) જન્મ, દિકુમારીઓએ કરેલો મહોત્સવ,
રાવણ હાથી ઉપર બેસીને ઇંદ્રાગમન, ઈદ્ર પાંચ રૂપ કરી પ્રભુને મેરૂપર્વતની ઉપર લાવે, જન્માભિષેક વગેરે હકીકત સમજાવી છે. પછી ર૭૩મી ગાથાથી ૬૧૭મી ગાથા સુધીની ૩૪૫ ગાથાઓમાં શ્રી આદિનાથપ્રભુનું જીવન, ભરતક્ષેત્રાદિ દશ ક્ષેત્રોમાં થયેલા પહેલા તીર્થકરનાં ને પહેલા ચક્રવત્તિનાં નામે, અને તીર્થકરેના જૂદા જૂદા બોલ, તથા ભરતક્ષેત્રાદિ દશ ક્ષેત્રોના ચક્રવતિઓનું ને વાયુનું વર્ણન તેમજ તે બંનેના બોલે વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણ થયા પછીના પાલક, નંદરાજા, મોર્યવંશીય રાજાઓ, પૂષ્યમિત્ર, બલમિત્ર ભાનુમિત્ર, નભ સેન ગભિલ આ રાજાઓના રાજ્યકાલાદિની બીના, અને ભવિષ્યમાં થનાર કટકી રાજાનું વિસ્તારથી વર્ણન, દત્તરાજ, ત્યાર પછીનો રાજવંશ, વિમલવાહન રાજા વગેરેનું વર્ણન ૬૧૮ મી ગાથાથી ૬૮મી ગાથા સુધીની ૮૦ ગાથાઓમાં વિસ્તારથી કર્યું છે. પછી ૬૦મી ગાથાથી ૭૦૬મી ગાથા સુધીની ૯ ગાથાઓમાં શ્રુતજ્ઞાનની હાનિ થવાની બીના અને વી. નિ. સં૦ ૬૪માં દશ પદાર્થોનો વિછેર, તથા વી. નિ સંo ૧૭૦ માં ચૌદ પૂર્વોમાંનાં છેલ્લાં ચાર પૂર્વોને વિછેદ વગેરે હકીકત પ્રશ્નોત્તર રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org