________________
શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (શ્રી દશ પન્નાને સંક્ષિપ્ત પરિચય) ૪૭૩ વિચારણા કરતાં શ્રી ભરત ચક્રવતી, કૂર્મપુત્ર, જંબુસ્વામી વગેરે પણ ભવ્ય છે સિદ્ધિપદને પામ્યા, પામે છે, અને ભવિષ્યમાં પામશે પણ ખરા.
૧. હે જીવ! વિચારી લે કે તે આજ સુધીમાં પરભવને લાયક જરૂરી ભાતું કેટલું તૈયાર કર્યું ? ને કેટલું કરવાનું બાકી છે. કારણ કે, તે કામ અહીં જ થઈ શકશે.
૧૨. હે જીવ! તું હાલ વિભાવ દશામાં વતે છે કે સ્વભાવ દશામાં વતે છે? જે તે વિભાવ દશામાં વતે હોય તો જરૂર ત્યાંથી ખસીને જલદી સ્વભાવ દશામાં આવી જા, સ્વચિતા તજીને પચિંતા કરવામાં આત્મણિ છે જ નહિ,
૧૩. જે પદાર્થો જન્મતાં સાથે આવ્યા નથી, પરભવમાં જતાં પણ સાથે આવશે નહિ, ને આત્મહિત બગાડનારા છે, તેવા સ્ત્રી, ધન, શરીરાદિની જે મોહગર્ભિત વિચારણા તે વિભાવ દશાની વિચારણા કહેવાય અને પિતાના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણાની જે વિચારણા તે સ્વભાવ દશાની વિચારણા કહેવાય.
૧૪. હે જીવ! તે પરમાપકારી શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરાના સમાગમથી તથા તેમનો પરભવમાં પણ પરમ કલ્યાણ કરનાર ઉપદેશ સાંભળી મનન કરી અત્યાર સુધીમાં શક્તિ પ્રમાણે દાનાદિ ધર્મ સાથે ઉપધાન, દેશ વિરતિ વગેરેની જે સાધના કરી હોય તેની તું અનુમોદના કરજે, અને પ્રતિદિન તેની નિમલ આરાધના વધારે પ્રમાણમાં થાય, તે તરફ જરૂર લક્ષ્ય રાખજે. એમ માનજે કે હજુ પણ તારે (સર્વવિરતિની આરાધના વગેરે) અમુક કાર્યો કરવાના બાકી છે. જે પ્રબલ પુણો તેવો અવસર મળે ને તેવી આરાધના થાય, તે જ માનવ જિંદગીની ખરી સાર્થકતા કહી શકાય. જ્યાં સુધી હું તેવાં કાર્યો કરવાને લાયક ન બનું, ત્યાં સુધી મારે માનવું જોઈએ કે હજુ તેવા પ્રકારનો વિશિષ્ટ કર્મને ક્ષયોપશમ અને પુણ્યોદય થયો નથી. હું જે ઘડીએ તેવાં કાર્યો કરવા ભાગ્યશાલી થઈશ, તે જ દિવસ અને તે જ ઘડી ? સફલ માનીશ.
૧૫. હાલ જે તુ શ્રાવકપણાની આરાધના કરતો હોય તો સંયમધારી મહાપરષોને જોઈને મનમાં એમ વિચારજે કે હે જીવ! તું આવી સમતામૃતથી ભરેલી અનિતાને કયારે પામીશ? યાદ રાખજે કે નિર્દોષ સંયમ જીવનના પ્રતાપે જ સાચી શાંતિ અને સાચું સુખ મળે છે.
૧૬. જે જ તે મરવાને જરૂર, પણ જેઓ ગ્રતાદિની સાધના કરે છે. સાધુ, સાધ્વી આદિ સાત ક્ષેત્રોને પોષે છે, જેને સિદ્ધાંતાદિ ભણે ને સાંભળે, ભણાવે. સંભળાવે, ભણુતા, ભણાવતા, સાંભળતા સંભળાવતા ભવ્ય જીવોને સહાય કરે. વિષય કષાયના પ્રસંગથી તદ્દન અલગ રહે, અનિત્યાદિ સેળ ભાવના ભાવે, ખમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org