________________
શ્રી જેન પ્રવચન કરણાવલી (શ્રી દશ પનાનો સંક્ષિપ્ત પરિચય) યોતિષનું વર્ણન પણ વધારે પ્રમાણમાં કર્યું હોય. જેમ બૃહકપભાષ્યમાં પેનિપ્રાભૂતનું નામ જણાવ્યું છે, તેમ આજ સૂત્રના (બહપના ) ટીકાકાર શ્રી ક્ષેમકીર્તિ મહારાજે પણ છાપેલી બૃહકલ્પસૂત્રની બુકના ૪૦૧ મા પાને નિપ્રાભૂતનું નામ જણાવ્યું છે. કેટલાક વિદ્વાન શ્રીહરિભદ્રસૂરિકૃત પહેલા પંચાશકના બીજા શ્લોકની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ કહેલા નિમિત્તશાત્રે થોતિષમૃતકમૃતિવ” (એટલે જ્યોતિષ પાહુડ વગેરે નિમિત્ત શાસ્ત્રો જાણવાં) આ વચનથી નિપ્રાભૂતને અષ્ટાંગ મિત્તની હકીકતથી ભરેલો ગ્રંથ માને છે, પણ સત્ય બીના એવી છે કે તેમાં અષ્ટાંગ નિમિત્તની બીના જણાવી નથી. પણ અમુક અમુક પદાર્થોની સાથે અમુક અમુક પદાર્થ મેળવવાથી અમુક પદાર્થ થાય; આ રીતે વિવિધ પદાર્થોની ઉત્પત્તિનાં નિમિત્તકરણની હકીકતને જણાવનાર યોનિપ્રાકૃત છે એમ સમજવું, એટલે “નિમિત્તશાસ્ત્ર અહીં નિમિસશાસ્ત્રને અર્થ નિમિત્તકારણ પણ થાય છે, એ જરૂર યાદ રાખવું જોઈએ. તથા શ્રીભદ્રેશ્વરસૂરિ વિરચિત પ્રાકૃત કથાવલીમાં પાદલિપ્તસૂરિના ચરિત્રમાં ચાર પ્રાભૂતે જણાવતાં પતિપ્રાકૃત, નિમિત્તપ્રાકૃત, વિદ્યાપ્રાકૃત, અને સિદ્ધપ્રાભૂતનાં નામ કહ્યાં છે, તેમજ શ્રીસૂત્રકૃતાંગના પહેલા કતકંધના આઠમા અધ્યયનની નિર્યુક્તિની ૯૩ મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે વિવિધ પ્રકારના દ્રવ્યોના સામર્થ્યને સમજવા માટે “પોનિપ્રાભૃત” ગ્રંથ જેવો જોઈએ. આ રીતે શ્રીજિતકલપસૂત્રની સિદ્ધસેનસૂરિકૃત ચૂર્ણિમાં (પૃષ્ઠ ૨૮ માં) “ નિપ્રાભૂતનો ઉલ્લેખ કર્યો છે. શ્રીજિનદાસગણિએ નિશીથસૂત્રના ચોથા ઉદ્દેશાની વિશેષ ચૂર્ણિમાં આ યોનિપ્રાભૂતને ઉદ્દેશીને કહ્યું છે કે આ નિપ્રાભૃતના જાણકાર મુનીશ્વરે (શ્રીજિનશાસનની રક્ષા પ્રભાવનાદિ ખાસ કારણે ) એકેન્દ્રિય સુધીના પ્રાણુઓ ઉત્પન્ન કરી શકે. જેમ શ્રીસિદ્ધસેને ઘોડા બનાવ્યા હતા. આ બીના બૃહત્ક૯પ ભાષ્યની ર૬૮૧ મી ગાથાની વૃત્તિમાં પણ જણાવી છે. તથા આ નિપ્રાભૂતનો ઉલ્લેખ નિશીથસૂત્રના ૧૮ મા ઉદ્દેશાની વિશેષ ચૂણિમાં પણ શ્રીજિનદાસગણિમહત્તરે કર્યો છે. જે યોનિની હકીકતને જણાવે, તે યોનિપાત કહેવાય. સૂત્રોની જેમ આવા ગૂઢ રહસ્યવાળાં શાસ્ત્રો સંપૂર્ણ લાયકાત ધરાવનારા મુનિવરોને મધ્યરાતે જેમ અયોગ્ય જીવોના કાને એક શબ્દ પણ ન પડે તે રીતે ભણાવાય છે. આમાં કહેલી હકીકતનો ઉપગ ગમે તે કારણે કે કઈ પણ ટાઈમે કરવાનો હોય જ નહિ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના જાણકાર મહાગીતાથ મહાત્માઓ જ-જેમ શ્રીવાસ્વામીએ સંઘની આપત્તિ દૂર કરી; બેન્ગા નદીમાં ચૂર્ણ નાખી નદીના બંને કાંઠા ભેગા કરી નદી ઉતરીને પેલે પાર જનાર આચાર્ય મહારાજે અપૂર્વ જિનશાસનની મહાપ્રભાવના કરી; તેમ–તેવાં ખાસ કારણે ઉપસ્થિત થયાં હોય, ત્યારે જ સંપૂર્ણ રીતે લાયક પૂર્વધરાદિ મહાપુરુષો જ અહીં જણાવેલા પ્રયોગોમાંનો કઈ પણ પ્રયોગ કરી શકે. આ નિપ્રાતિની વિ.સં. ૧૫૮૨માં લખેલી એક છિન્નભિન્ન હસ્ત પુસ્તિકા (હાથપોથી) પૂનાના ભાંડારકર પ્રાગ્ય વિદ્યા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only